પિતૃપક્ષમાં કાગડાને પૂર્વજોનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે જો શ્રાદ્ધમાં કાગડા ભોજન લે તો ભોજન પિતૃઓ સુધી પહોંચે છે અને તેમના આર્શીવાદ મળે છે.
પિતૃપક્ષની શરૂઆત થઈ છે અને તે 6 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. આ સમયે કાગડાનું મહત્વ ઘણું વધી જાય છે. કાગડાને ભોગ આપ્યા વિના શ્રાદ્ધ પૂરું થતું નથી. પિતૃઓના સ્વરૂપ રૂપે તેમને માનવામાં આવે છે. માન્યતા છે કે પિતૃઓને તર્પણ આપતી સમયે જો મુંડેર પર કાગડા બેસે તો તે અશુભ માનવામાં આવે છે.
કાગડા ભોજન લે તો શુભ મનાય છે
જો કાગડા શ્રાદ્ધનું ભોજન લે તો તેને શુભ માનવામાં આવે છે. તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પરિવારને તેમના આર્શીવાદ મળે છે. પિતૃઓના આર્શીવાદથી પરિવાર સમૃદ્ધ બને છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે હોય છે.
પ્રભુ શ્રીરામે આપ્યું હતું વરદાન
કાગડા સાથે જોડાયેલી કથા ત્રેતાયુગની કહેવાઈ રહી છે. માન્યતા છે કે આ વખતે ઈંદ્રના પુત્ર જયંતે કાગડાનું રૂપ ધારણ કર્યું અને માતા સીતાના પગને ઘાયલ કર્યા. આ જોઈ શ્રીરામે તિનકાની મદદથી બ્રહ્માસ્ત્ર ચલાવીને કાગડાની આંખ ફોડી. આ પછી જયંતને ભૂલનો અહેસાસ થયો અને તે માફી માંગવા લાગ્યો. આ પછી શ્રીરામે તેને શ્રમા આપી. આ સાથે કહ્યું કે આજથી તને પિતૃઓનું ભોજન મળશે. ત્યારથી કાગડાને પિતૃઓનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સમયે જો કાગડો તમારા ભોગમાંથી ભોજન લઈ લે છે તો તેને પિતૃઓના આર્શીવાદ માનવામાં આવે છે.
આવી પણ છે માન્યતા
શાસ્ત્રોમાં કાગડાને યમરાજનું પ્રતીક માનવામાં આવે છે. તે મૃત્યુના દેવતા છે. માન્યતા છે કે કાગડા આ અન્ન ખાઈ લે તો યમરાજ પ્રસન્ન થાય છે. તે તમારા તમામ કષ્ટને દૂર કરીને તમને શાંતિ આપે છે. પ્રાચીન સમયમાં યમરાજે કાગડાને વરદાન આપ્યું હતું કે તમને આપવામાં આવેલું ભોજન પિતૃઓને શાંતિ આપશે. ત્યારથી કાગડાને ભોજન આપવાની પ્રથા છે.
કાગડો ન મળે તો શું કરવું
પર્યાવરણની અસર પશુ અને પક્ષીઓ પર રહે છે. કાગડો અનેક વાર ઓછો જોવા મળે છે. શ્રાદ્ધમાં જો કાગડો ન મળે તો શું કરવું. આ ભોગ તમે કોઈ પણ પક્ષીને આપી શકો છો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.