રામદેવપીર મંદિર પીપળીધામ આ એક માત્ર એવું મંદિર કે જ્યાં રામદેવપીર સિંહાસન પર બેઠેલા જોવા મળે છે…

ધાર્મિક

સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ વર્ષો પૌરાણિક જઞ્યા એટલે પીપળીધામ કે જે જગવિખ્યાત ધામ કહેવાય છે કે અહીં રામદેવબાપા હાજરા હજુર હોય તેવી લાખો ભક્તોને છે શ્રદ્ધા જેથી તમામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની બેઠુ છે રામદેવપીરનુ આ અનોખુ ધામ.  ત્યારે આવો  જાણીએ આ મંદિરનો મહિમા…

આજથી રામદેવપીરના નોરતાનો પ્રારંભ થઈ ગયો થે કહેવાય છે કે રામદેવી પીર એ ભગવાન કૃષ્ણના અવતાર છે જેથી જે ભક્તોના મને રામદેવ પીર એ આસ્થાનુ પ્રતિક છે અલખના ધણી એવા રામાપીરના આમ તો ગુજરાતમાં ઘણા મંદિરો છે.

પણ આજે વાત કરીશુ પૌરાણિક એવા પીપળીધામના. સુરેન્દ્રનગર થી આશરે 50 કિલોમીટર ના અંતરે આવેલ અને પીપળીધામ તરીકે વિખ્યાત રામદેવપીર બાપાનુ મંદીર સ્થાપિત છે સવા પાંચ ફુટ ઉંચાઇ ધરાવતું આ ભવ્ય મંદીર ગુજરાતનુ સૌથી મોટુ મંદિર છે.

અહી રામદેવપીર બાબા હાજરા હજુર છે જેના ભક્તો ની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ના લીધે આજે અહિયા રામદેવપીર બાબા નો સાક્ષાત્કાર જોવા મળે છે અહી લાખો ની સંખ્યા માં ભક્તો દર્શન કરવા આવે છે માનતા રાખે છે મોત ભાગે અહિયા નિ:સંતાન દંપતી સંતાન પ્રાપ્તિ ની માનતા રાખે છે.

રામદેવપીર બાબા અહિયા આવતા તમામ ભક્તો ની મનોકામના પૂર્ણ કરે છે તેમના દુ:ખો દૂર કરે છે. આ એક માત્ર મંદિર એવું છે કે જ્યાં રામદેવપીર સિંહાસન  પર બેઠેલા જોવા મળે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *