કહેવાય છે કે વાસ્તુ શાસ્ત્રમાં ઘરને વ્યવસ્થિત કરવા માટે અમુક નિયમ બનાવવામાં આવ્યા છે અને તેનું પાલન ન કરવાથી વાસ્તુ દોષ જીવનમાં દસ્તક આપે છે.
ઘણા લોકો જે પલંગ પર સુવે છે તેની અંદર અથવા નીચે ઘણા પ્રકારનો સામાન મુકે છે. તેમને એ વાતનો અંદાજો નથી હોતો કે આમ કરવાથી નુકસાનનો સામનો કરવો પડી શકે છે. હકીકતે વાસ્તુ અનુસાર પલંગની અંદર અથવા નીચે અમુક એવી વસ્તુઓ હોય છે જેને રાખવી સારી નથી માનવામાં આવતી. વાસ્તુ દોષના કારણે વ્યક્તિને આર્થિક અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. આટલું જ નહીં વાસ્તુ સાથે જોડાયેલા નિયમોની અવગણના કરવાથી હેલ્થ ઈશૂઝ લાંબા સમય સુધી થઈ શકે છે.
કહેવાય છે કે વાસ્તુ શાસ્ત્રમાં ઘરને વ્યવસ્થિત કરવા માટેના અમુક નિયમો જણાવવામાં આવ્યા છે અને તેનું પાલન કરવાથી વાસ્તુ દોષ જીવનમાં દસ્તક આપે છે. વાસ્તુમાં પલંગને લઈને પણ અમુક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઈલેક્ટ્રિક સામાન
કહેવાય છે કે ઉપયોગમાં લેવામાં આવતા ઈલેક્ટ્રિક સામાનને પલંગની નીચે અંદર ન રાખવો જોઈએ. આમ કરવાથી પ્રભાવિત વ્યક્તિને ઘનની કમીનો સામનો કરવો પડી શકે છે. આટલું જ નહીં કહેવાય છે કે ભૂલના કારણે ઉંઘ ન આવવાની સમસ્યા પણ થઈ શકે છે. એવામાં પ્રયત્ન કરો કે તેમે બંધ પડેલા ઈલેક્ટ્રિક સામનને સ્ટોર રૂમની અંદર જ મુકો.
સાવરણી
મોટાભાગના લોકો સાવરણીને લીધા બાદ તેના સુવાના પલંગની નીચે મુકી દે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તે મોટા વાસ્તુદોષનું કારણ બને છે. માન્યતા છે કે ઝાડુનો સંબંધ ધનની દેવી માતા લક્ષ્મી સાથે હોય છે અને સાવરણીને પલંગની નીચે રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.
લોખંડનો સામાન
ઘણી વખત લોકો અજાણ્યામાં પલંગની નીચે અથવા અંદર લોખંડનો સામાન મુકી દે છે. કહેવાય છે કે વાસ્તુ અનુસાર આમ કરવું પણ અશુભ માનવામાં આવે છે. લોખંડના સામાનની જો તમને જરૂર નથી તો તેને વેચવો જ સારો રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.