કૃષ્ણ ભક્ત મીરાબાઈનું મૃત્યુ કેવી રીતે થયું ? જાણો પ્રેમદિવાની મીરાબાઈના મૃત્યુની પૌરાણિક કથા…

ધાર્મિક

ભગવાન શ્રી કૃષ્ણને તો બધા જાણીએ જ છીએ અને તેમની ભક્ત મીરાંબાઈને પણ લગભગ બધા જ લોકો જાણે છે. મિત્રો મીરાંબાઈએ પોતાનું આખું જીવન કૃષ્ણ ભક્તિમાં જ વ્યતીત કરી નાખ્યું.

તે દરમિયાન તેમને ઘણા બધા ક-ષ્ટો સામનો કરવા પડ્યા હતા. પરંતુ મીરાંબાઈ કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે તે તેને સમાજ ન ડર કે ન કોઈ પરવાહ હતી. તેનું માત્ર એક જ લક્ષ્ય હતું ભગવાન શ્રી કૃષ્ણ.

પરંતુ મિત્રો મીરાંબાઈની ભક્તિ વિશે તો બધા જ લોકો જાણે છે. પરંતુ તેમના મૃ-ત્યુ વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તો મિત્રો આજે અમે તમને અમુક એવા રહસ્યો વિશે જણાવશું જે જાણીને તમને આશ્વર્ય થશે.

મીરાંબાઈનું મૃ-ત્યુ કંઈ રીતે થયું તેની પાછળ ઘણી કથાઓ પ્રચલિત છે.  મીરાંબાઈના મૃ-ત્યુ સ્થાન વિશે મોટાભાગના મત દ્વારિકા સાથે જોડાયેલા છે. પરંતુ તેનો સાચો ભેદ હજુ સામે નથી આવ્યો. તો મિત્રો તે સંભવિત કથાઓ અનુસાર અમે તમને આજે જણાવશું કે મીરાંબાઈનું મૃ-ત્યુ કેવી રીતે થયું. જાણવા માટે આ લેખને અં-ત સુધી વાંચો.

રાજસ્થાનને મેઢતાંમાં મીરાંબાઈનો જન્મ થયો હતો. તેના પિતા મેઢતાંના રાજ હતા. એવું કહેવાય છે કે મીરાંબાઈ જ્યારે ખુબ જ નાના હતા ત્યારે તેની માતાએ ભગવાન શ્રી કૃષ્ણને તેનો પતિ જણાવી દીધો હતો.

આ વાતને મીરાંબાઈએ સાચી માની લીધી હતી અને તે ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાનું બધું માની બેઠી. અને આખા જીવનકાળ દરમિયાન કૃષ્ણ ભક્તિ કરતી રહી.

મીરાંબાઈના વિવાહ રાણાસાંગાના પુત્ર અને મેવાડના રાજકુમાર ભોજરાજની સાથે થયા હતા. મીરાંબાઈ આ વિવાહ માટે બિલકુલ પણ તૈયાર ન હતા. પરંતુ પરિવારના જો-રથી મીરાંબાઈએ લગ્ન કરવા પડ્યા.

વિવાહના અમુક વર્ષ બાદ મીરાંબાઈના પતિનું મૃ-ત્યુ થઇ ગયું. પતિના મૃ-ત્યુ બાદ તે સમયે પ્રથા અનુસાર મીરાંબાઈને પણ ભોજરાજ સાથે સતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ તે તેના માટે તૈયાર ન થઇ.

ધીમે ધીમે મીરાંબાઈ સંસારની બધી જ મોહમાયા છોડીને સાધુ સંતોની સાથે કીર્તન કરતા કરતા પોતાની સમય વ્યતીત કરવા લાગી. મીરાંબાઈ મંદિરોમાં જઈને કૃષ્ણ ભક્તોની સામે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે કલાકો સુધી નૃત્ય કરતી હતી.

મીરાંબાઈની ભક્તિનો આ તરીકો તેના સાસરિય પક્ષને સારો ન લાગ્યો. તેના પરિજનોએ ઘણી વાર વિષ આપીને મીરાંબાઈને મા-રવાની કોશિશ કરી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તે હંમેશા બચી જતા.

જ્યારે યા-તનાઓ મીરાંબાઈની સહનશીલતાની બહાર થઇ ગઈ તો તેમણે ચિત્તોડ છોડી દીધું. ચિત્તોડ છોડીને સૌથી પહેલા મેઢતાં ગયા. પરંતુ મીરાંબાઈને ત્યાં પણ સંતોષ ન મળ્યો તો તે કૃષ્ણ ભક્તિનું કેન્દ્ર વૃંદાવન ગયા.

વૃંદાવન અમુક વર્ષ રહ્યા બાદ મીરાંબાઈ દ્વારિકા ચાલ્યા ગયા. મોટાભાગના લોકોનો મત એવો જ છે કે દ્વારિકામાં જ તે કૃષ્ણ ભક્તિ કરતા કરતા જ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં સમાય ગયા.

એવી પણ લોકો દ્વારા માન્યતા છે કે પૂર્વ જન્મમાં મીરાંબાઈ પણ મથુરાની ગોપિકા હતી. તે દિવસોમાં તે રાધાનો પ્રમુખ સહેલી હતી. અને તે મનોમન જ ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરતી હતી. પરંતુ રાધાની સહેલીના વિવાહ બીજે કરાવવામાં આવ્યા.

જ્યારે તેની સાસુને આ ખબર પડી ત્યારે તેણે ગોપિકાને ઘરમાં જ બંધ કરી દીધી. ભગવાન શ્રી કૃષ્ણને મળવાની ત-ડપના કારણે તેણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. અને આગલા જન્મમાં મીરાંબાઈના રૂપમાં તેમણે જન્મ લીધો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *