રવિવારે કરો સૂર્ય ભગવાનની સાધના સૂર્યદેવને જળ અર્પિત કરવાના 6 લાભ, જળ અર્પણ કરતી વખતે ન કરો આ ભૂલ…

ધાર્મિક

રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે. રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાત જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ હોય છે. આવો જાણીએ આ દિવસે કયાં કયાં ઉપાય કરવા.

રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે. પણ તમારી અંદર વ્રત કરવાની ક્ષમતા ન હોય તો રવિવારે આ નાનકડો ઉપાય જરૂર કરો. આમ તો રોજ સૂર્યદેવને જળ અર્પિત કરવાથી મનુષ્યની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. પણ જો રોજ આવુ ન કરી શકો તો રવિવારે સૂર્ય દેવને અર્ધ્ય જરૂર આપો.

1 આજના દિવસે સૂર્ય દેવતાને જળ ચઢાવવું.

2 લાલ કે ગુલાબી ફૂળ સૂર્યદેવને અર્પિત કરવું.

3 ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ: મંત્રનો જપ કરવું.

4 ગોળનું સેવન કરવું.

5 લાલ રંગના કપડા પહેરવા કે લાલ રૂમાલ સાથે જ રાખવો.

6 સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય: આદિત્ય: ની એક માળા 108 વાર મંત્ર જાપ કરવા

7 શુદ્ધ ઉચ્ચારણ કરતા આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો.

રવિવારે પૂજા કરતી વખતે આ નિયમોનુ પાલન કરો

રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો. સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો. નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો. નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદનો રોજ પાઠ કરો. રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરો અને એક સમયે જ ભોજન કરો.

આ રીતે સૂર્યને આપો અર્ધ્ય

પૌરાણિક ધાર્મિક ગ્રંથો મુજબ સૂર્યદેવને અર્ધ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. રોજ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો. ત્યારબાદ તાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો. આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યુ છે કે ફુલો ચંદને બોળી તુને વધાવે તેને યમના દુત ક્યારેય ન આવે. એટલેકે જે લોકો ફુલોને ચંદનમાં બોળીને પ્રભુને અર્પણ કરે છે તેની સમિપ ક્યારેય યમદૂત આવતા નથી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *