શ્રી શક્તિમાં ના આ મઁદિર માં આજે પણ જોવા મળે છે માં નો સાક્ષાત્કાર, એક રાત મા માતાએ બાંધ્યા 2300 ગામના તોરણ

ધાર્મિક

પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રા-સ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રા-સથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવને આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં ૨૩૦૦ ગામોને તોરણ બાધ્યાં હતાં. જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાધ્યું હતું અને દી’ ઊગતા પહેલાં છેલ્લું તોરણ દિગડિયા ગામે બાધ્યું હતું.

આમ તેઓ ૨૩૦૦ ગામના ધણી કહેવાયા. બિસંતીદેવી પ્રતાપસિંહ સોલંકીનાં કુંવરી હતાં. શક્તિમ માતાનું નાનપણનું નામ બિસંતીદેવી હતું. અને જ્યારે તેઓ હરપાળદેવને વર્યાં ત્યારે શરત રાખી હતી કે, પોતાનું અસલ દૈવીસ્વરૂપ લોકો જ્યારે જાણશે ત્યારે તેઓ અહીંથી વિદાય લેશે.

એવા સુવર્ણકાળમાં વિ.સં. ૧૧૫૬ માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા) વંશની સ્થાપના કરી હતી. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયું હતું.

થોડાં વર્ષો પછી એક દિવસ હાથીખાનામાંથી મંગલા નામનો હાથી ગાંડો થયો અને સાંકળ તોડીને બહાર નીકળી ગયો હતો. અને રાજકુમારો સોઢાજી, માંગુજી અને શેખડોજી તથા બહેન ઉમાદેવી ચોકમાં રમતાં હતાં ત્યાં આવ્યો હતો.

મા શક્તિદેવીને થયું કે ગાંડો થયેલો મંગલો હાથી રાજકુમારોને ઇજા પહોંચાડશે એટલે ઝરૂખામાંથી બેઠાં બેઠાં હાથ લંબાવ્યો અને ચારેય બાળકોને મોટી હથેળી વડે ઝરૂખામાં ઝીલી લીધાં હતાં એ વખતે ચારણના એક છોકરાને ટાપલી મારી દૂર કર્યો હતો માટે તે ટાપરિયા અટકના ગઢવી કહેવાયા અને બીજાં બાળકોને હાથમાં ઝાલી બચાવી લેવાથી મકવાણા વંશ ઝાલા વંશના કહેવાયા.

આ પ્રસંગથી મા શક્તિદેવીનું દૈવીપણું જાહેર થઇ ગયું એટલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યાં અને વિ.સં. ૧૧૭૧ ચૈત્ર વદ ૧૩ ના દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયાં હતાં. શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમિ પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્ર વદ – ૧૩ ના રોજ ઝાલાકુળનો વંશજ પોતાનાં પરિવારજનો સાથે પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે.પાટડીમાં જે ટોડલે શક્તિમાતાએ અને હરપાળદેવે પ્રથમ તોરણ બાધ્યું હતું એ ટોડલા પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરતા આજે પણ પાટડીમાં અડીખમ ઊભા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.