શનિદેવની પૂજામાં ભૂલથી પણ ન કરશો આ ભૂલો, નહિતો થશે ખુબ જ મોટું નુકસાન…

ધાર્મિક

કર્મોના આધારે ફળ આપનારા શનિદેવની નજરથી બચતા રહેવું સારું રહે છે. તેઓ ખોટું બોલનારા, ખોટી આદતો રાખનારા લોકોને ખરાબ ફળ આપે છે. ઈમાનદાર લોકોને રૂપિયા- પૈસા, સમ્માન આપે છે. જ્યોતિષમાં શનિની સાડાસાતી કે ઢૈય્યાના સમયે સંબંધિત રાશિના જાતકોએ સંભાળીને રહેવું.

શનિવારને શનિપૂજા માટે મનાય છે ખાસ

શનિવાર શનિદેવને સમર્પિત હોય છે. શનિના ઉપાય આ જ દિવસે કરવા યોગ્ય છે. આ સિવાય વર્ષમાં પડનારા અનેક ખાસ અવસરોએ શનિના ઉપાય કરીને સારું ફળ મેળવી શકાય છે. એક વાત સમજી લેવાની જરૂર છે કે શનિદેવની પૂજામાં કોઈ ભૂલ ન થાય. નહીં તો તે ભારે પડી શકે છે.

શનિની પૂજામાં ન કરો ભૂલો

શનિદેવની પૂજામાં કોઈ ભૂલ કરવી નહીં. શનિવારનું વ્રત રાખવા અને શનિદેવની પૂજા કરવાના અનેક નિયમ પહેલાથી સમજી લેવાય. આ સિવાય શનિએ ખોટી અસરને દૂર કરવાના ઉપાય પણ સાવધાનીથી કરવા. જેમ શનિને તેલ ચઢાવવું કે શનિ સંબંધિત ઝાડની પૂજા કરવી.

આ વાતનું રાખો ધ્યાન

શનિવારના દિવસે શનિદેવની મૂર્તિ પર પીપળાના ઝાડ પર તેલ અર્પિત કરતી સમયે ધ્યાન રાખો કે તેલ મૂર્તિ પર જ ચઢાવવામાં આવે. ન કે અહીં તહીં પડે. જો તેલ અર્પણ કરવાનું શક્ય ન હોય તો ગરીબ કે જરૂરિયાત મંદને તેલનું દાન કરો.

ક્યારેય પણ શનિદેવની સામે ઊભા રહીને દર્શન ન કરો. ન તો તેમની સામે ઊભા રહીને તેલ ચઢાવો. શનિની સીધી નજર ક્યારેય તમારા પર ન પડવી જોઈએ.

સારું એ રહેશે કે શનિદેવના એવા મંદિરના દર્શન કરો જ્યાં તે મૂર્તિના બદલે શિલારૂપમાં સ્થાપિત થાય. આ સિવાય પીપળાના ઝાડ પર તેલ ચઢાવવું, દીવો પ્રગટાવવો પણ સારી રીત છે.

શનિવારના દિવસે જૂતા ચંપલ, તેલ વગેરે શનિ સાથે જોડાયેલી ચીજો ન ખરીદો. આ દિવસે ચામડાના જૂતા ચંપલ જરૂરિયાતમંદને દાન કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *