ઉંચા કોટડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ઉંચા કોટડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન કરે છે.
આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
અહીંના જૈન ધર્મના તિર્થ અને શ્રી ચામુંડા માતાજીનું દરિયાલ કિનારાની ભેખડો પર આવેલું પૌરાણીક મંદિર પ્રસિધ્ધ છે. માતાજીનું મંદિર ડુંગર ૫ર આવેલું છે. કાળીયા ભીલની કોડી છે.
વર્ષો ૫હેલા ખાંડીયા અને ત્રિ-શુલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઉંચા કોટડા માતાજીએ રહેતું તેવી લોક માન્યતા છે. કાળીયા ભીલ દરિયામા વહાણ લું-ટતો અને માતાજી સાથે ૫ડદે વાતો કરતો હતો. વહાણ લું-ટવા જતા ૫હેલા માતાજીની રજા લઈને જતો હતો.
આજની તારીખેમાં ઉંચા કોટડામાં હાલ કાળીયા ભીલની કોઠીઓ મોજુદ જોવા મળે છે. ઉંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ધણો મહત્વનો માસ છે. આ માસ દરમિયાન શકિત ઉ૫સનાનો સમય છે. ચૈત્ર પુનમને દિવસ મેળો ભરાય છે. લાખો લોકો દર્શન કરવા માટે આવે છે તથા રજા દિવસોમાં બાજુના ગામોમાંથી લોકો દર્શન કરવા આવે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.