ગુજરાતમાં એક નહિ, બે સોમનાથ મંદિર છે… એક સોને મઢેલુ છે, તો બીજું કાચના ટુકડાઓથી…

ધાર્મિક

શિવાલય જ્યાં જીવ અને શિવનું મિલન થાય. દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યાં શિવભક્તોની અખૂટ આસ્થા છે. પરંતુ દક્ષિણના કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ સોમનાથ દાદાનું અનોખું મંદિર છે. અહીંયા પણ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. 1967માં નિર્માણ પામેલા મંદિરની 1970માં અસંખ્ય નાના નાના કાચના ટુકડાઓ લગાવીને અદભૂત સજાવટ કરવામાં આવી છે. અત્યારે શ્રાવણ માસમાં ઔદ્યોગિક નગર દમણ માં કોરોના ગાઇડલાઇન સાથે ભક્તો આવી રહ્યા છે. અહીં ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે ત્યારે લોકો શિવાયલમાં જઈને ભગવાન શિવની પૂજા કરે છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં આવેલ સોમનાથ મંદિર માં ભક્તો દૂર દૂરથી આવે છે. આ મંદિર 1967 માં બન્યું હતું. પરંતુ ત્યારે આ મંદિરમાં સજાવટ કરાઈ ન હતી. પરંતુ 1970 માં તેનુ જીર્ણોદ્વાર કરાયુ હતું. નાના કાચના અસંખ્ય ટુકડા લગાવીને તેની ડિઝાઈન કરાઈ હતી. મંદિરમાં કાચના ટુકડાઓથી અલગ અલગ ભગવાનની આકૃતિઓનો અદભૂત નજારો અને સુંદર કારીગરી કરાઈ છે. અહીના દમણના સોમનાથ મંદિરમાં જોવા માટે લોકો દૂર દૂરથી મુસાફરો આવે છે અને અહી આવનાર ભક્તો ખૂબ જ ખુશ થઈ જાય છે.

દમણ ઉપર 1592 માં પોર્ટુગીઝના જનરલના હુકમથી હુ-મલો કરી 1559 માં દમણ પર કબજો જમાવ્યો હતો. ત્યારે અહી ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ હતો. પરંતુ આ સ્વયંભૂ શિવલિંગ સોમનાથના મંદિરમાં છે, તેની પૂજા અર્ચના કરી લોકો પોતાની જાતને ધન્ય માને છે. ખૂબ જ શ્રદ્ધાથી મંદિર લોકો માનતા માંગે છે અને અહી માનેલી માનતા પૂરી થાય છે તેવું અહી દર્શન કરવા આવત લોકોનું કેહવુ છે. સ્થાનિક લોકોનું એવું માનવું છે કે આં મંદિર બન્યા પછી થી 1971 માં દમણમાં મોટા પાયે ઔદ્યોગિક એકમો શરૂ થયા. જે સોમનાથ મહાદેવની કૃપાથી જ થયું છે. અહી એટલી મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવ્યા છે.

હાલમાં કોરોનાના સમયમાં આં મંદિરે દર્શન કરવા આવતા લોકોને કોવિડની ગાઈડલાઇનનું પાલન કરાવીને જ પ્રવેશ આપવામાં આવે છે. ત્યાર બાદ ભગવાન શિવજીના દર્શન અને જળાભિષેક કરવા દેવામાં આવે છે. દમણમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઓદ્યોગિક એકમ આવેલા હોવાથી અહી પરપ્રાંતિય લોકોની વસતી વધુ છે. જેથી આ લોકોમાં સોમનાથ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.