જાણો આ રહસ્યમયી કુંડ વિષે જેમાં બિલીપત્ર સિવાય એક પણ પાન ડૂબતાં નથી…

ધાર્મિક

આમ તો ભારતમાં ઘણા બધા તીર્થ સ્થાનો રહસ્યમય છે કે તેની પાછળનું કારણ હજુ પણ નથી મળ્યું તેવા જ એક તીર્થ સ્થાનની વાત અમે આજે કરવા જઇ રહ્યા છીએ જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે.

એક એવો કુંડ છે જેમાં બને છે એકદમ અદ્દભુત ઘટના. જ્યાં તમે બીલીપત્ર નાખશો તો તે પાણીમાં તરવાને બદલે સમાવિત થઇ જાય છે. અને આ એવો કુંડ છે જ્યાં તમે ઓમ નમઃ શિવાય બોલો તો નીચે ડૂબેલ ફળ ઉપર આવશે અને લોકો તેને પ્રસાદ સમજી ગ્રહણ કરે છે. એક એવો કુંડ કે જેના પાણીમાં જો તમે દૂધ નાખશો તો તે પાણીમાં મળી જવાને બદલે પાતળી ધાર બનીને પાણીની અંદર જતું દેખાશે. છે ને એકદમ અનોખી અને અદ્ભુત ઘટના હવે તમને અમારી આ વાત સાંભળી એવું આશ્ચર્ય થશે કે આખરે આ કુંડમાં એવું શું છે કે તેમાં આવી ઘટના બને છે. પરંતુ મિત્રો આ વાતથી પણ અદ્દભુત વાત તો એ છે કે આ કુંડમાં બીલી પત્ર સિવાય એક પણ પાંદ નથી ડૂબતા. માત્ર બીલી પત્રના પાંદ જ ડૂબે છે. આ સાથે દૂધવાળી ઘટના પણ ખૂબ જ હેરાન કરી દે તેવી છે.

મિત્રો આ અદભૂત ચમત્કારિક કુંડે દેશના અલગ અલગ વિસ્તારના લોકો ત્યાં આવે છે અને બીલી પત્ર અને દૂધનો પ્રયોગ કરે છે અને વિચારે છે કે આ ચમત્કાર કંઈ રીતે થાય છે. શા માટે આવી વિચિત્ર ઘટના સર્જાય છે, એકદમ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ. તો ચાલો જાણીએ આ કુંડ વિશેની બધી માહિતી કે ક્યાં સ્થિત છે આ કુંડ.આં તો ભગવાન શિવના ઘણા બધા તીર્થસ્થાનો છે પરંતુ કદાચ ભાગ્યે જ તમે ભગવાન શિવના આ ચમત્કારિક કુંડ વિશે સાંભળ્યું હશે. અહિયાં શિવલિંગ તો કોઈને દેખાતી જ નથી. હા મિત્રો આ કુંડની અંદર એક શિવલિંગ પણ સ્થિત છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ કોઈને પણ દેખાતી નથી.

પૌરાણિક માન્યતાને માનીએ તો સીતાપૂરના નૈમીશમાં રુદ્રાવત નામના સ્થળ પર ગોમતી નદીના કિનારે સ્થિત બનાવેલ એક કુંડની અંદર રહેલી શિવલીંગને પાવારુદ્રવત નામે ઓળખવામાં આવે છે ત્યાં જ કુંડથી થોડે દૂર એક મંદિર પણ આવેલું છે જેમાં ભગવાન શિવનું રુદ્રાવતારમાં સ્થાપિત શિવલિંગ છે.

એવું કહેવામાં આવે છે કે કુંડની અંદર ભગવાન શિવની શિવલિંગ સ્થિત છે જેના કારણે માત્ર બીલી પત્ર જ તેમાં ડૂબે છે. ત્યાં રહેતા જૂના પૂજારીનું તેવું માનવું છે કે કોઈ વ્યક્તિને અંદાજો નથી કે તે શિવલિંગ કેટલું ઊંડું છે. જો તે પૂજરીજીનું માનીએ તો તેમનું કહેવું છે કે નાનપણથી જ તે કુંડની સેવા કરે છે અને નાનપણથી જ તે આ કુંડના ચમત્કારને જોતા આવ્યા છે. પૂજારી મહારાજનું કેહવું છે કે જે વ્યક્તિએ અહીંથી સાચા દિલથી કંઈક માગ્યું હોય તે તેને પ્રાપ્ત થાય છે.

પરંતુ મિત્રો એક વિચિત્ર વાત એ છે કે જો કોઈ ખંડિત બીલી પત્ર આ કુંડમાં નાખે તો તે ડૂબશે નહિ પરંતુ ખંડિત ન હોય તેવું બીલી પત્ર નાખવામાં આવશે તો તે અન્ય પાંદડાની જેમ તરવાની બદલે ડૂબી જશે. આ ઉપરાંત લોકો કુંડમાં જે ફળ નાખે છે તે ડૂબી જાય છે અને ત્યાર બાદ ઓમ નમઃ શિવાય બોલવાથી તે થોડા ફળ ઉપર આવે છે અને લોકો તેનો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે.

મિત્રો તમને પણ જો તેવું માનવામાં નથી આવતું કે આ કુંડમાં માત્ર બીલી પત્ર જ ડૂબે છે બીજા પાંદડા નહિ તેમજ ફળ નાખ્યા હોય તે ઓમ નમઃ શિવાય બોલવાથી ઉપર આવે છે અને દૂધ પાણીમાં મિક્સ થવાને બદલે તેની પાતળી ધાર નીચે જતી હોય તેવું દેખાય છે આ બધી વાત જો તમારા માનવામાં આવતી નથી તો તમે આ કુંડે જરૂર જજો અને આ કુંડના ચમત્કાર જોજો. પછી તમને વિશ્વાસ આવી જશે.

આ જગ્યાએ જવા માટે દેશના પ્રાચીન તીર્થ સ્થાન નૈમીશ આવવાનું રહેશે. ત્યાંથી લગભગ દસ કિલોમીટર દૂર રુદ્રાવત બાબાનું તીર્થ સ્થળ આવેલું છે. આ તીર્થ સ્થળે આવવા માટે નૈમીશથી સીતાપુર હરદોઇ મુખ્ય માર્ગ પર લગભગ પાંચ કિલોમીટર ચાલવાનું રહેશે. આ જ રસ્તે જ ગામમાં આ રુદ્રાવત કુંડ આવેલો છે.

રુદ્રાવતાર ભગવાન શિવની કૃપા તમારા પર હંમેશા રહે અને તમારી બધી મનોકામના પૂર્ણ કરે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *