હનુમાનજીની ભક્તિ કરવા માટે જેટલો ખાસ દિવસ શનિવાર છે તેટલો જ ખાસ મંગળવાર પણ છે. મંગળવારે કષ્ટભંજન દેવની ખાસ રીતે પૂજા-અર્ચના કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. રામભક્ત હનુમાન તેના દરેક ભક્તના સંકટ તુંરત દૂર કરે છે. આ 7 ખાસ ઉપાય પણ ચમત્કારી અને અચૂક છે. આ ઉપાય ખાસ એટલા માટે પણ છે કે તેને કરનારના જીવનમાંથી તમામ પ્રકારના સંકટ દૂર થઈ જાય છે. તો તમે પણ અજમાવો અને બની જાવ હનુમાનજીની કૃપાદ્રષ્ટિના ભાગીદાર.
1. મંગળવારે હનુમાન મંદિરે સાંજના સમયે જવું અને ત્યાં બેસીને બજરંગ બાણનો પાઠ કરવો. ત્યારપછી સંધ્યા આરતીના દર્શન કરી ઘરે પરત ફરવું.
2. આ દિવસે હનુમાનજીની મૂર્તિને ગુલાબની માળા ચડાવવી અને ચમેલીનું અત્તર ચડાવવું. આ ઉપાય સરળ છે પણ તેનાથી હનુમાનજી ઝડપથી પ્રસન્ન થાય છે.
3. જીવન પર આવેલા મૃત્યુ સમાન સંકટને પણ ટાળવું હોય તો દર મંગળવારે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો.
4. મંગળવારે સવારે હનુમાન મંદિરમાં જઈ એક તેલનો અને એક ઘીનો દીવો પ્રગટાવવો. દીવો ચાલે ત્યાં સુધીમાં મંદિરમાં બેસીને જ હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
5. હનુમાનજીના ચરણોમાં ફટકડી રાખવી આ ઉપાયથી વ્યક્તિ ખરાબ નજરથી બચે છે અને બિહામણા સપના પણ આવતાં નથી.
6. આર્થિક સંકટને દૂર કરવું હોય તો મંગળવારે પીપળાના 11 પાન લેવા, તેના પર શ્રીરામનું નામ લખી અને તેનો હાર બનાવી હનુમાનજીને ચડાવવો.
7. જીવનમાંથી ક્લેશ દૂર કરવા અને પરીવારની સુખ-શાંતિ માટે મંગળવારે હનુમાનજીને મીઠું પાન ચડાવવું.