જે-જે નદીઓમાં ભગવાન સ્વામીનારાયણે સ્નાન કર્યુ હતું, તેમાં હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિ વિસર્જન કરાશે

ખબરે

યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ રવિવારે પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયો છે. રવિવારે શાસ્ત્રોક્ત વિધિથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમા હજારો હરીભક્તો જોડાયા હતા. અભિષેક બાદ પૂજન કરેલી અસ્થિઓને કળશમાં મૂકાયા હતા. ત્યારે હવે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી (Hari Prasad Swami) ના અસ્થિ કળશને સમગ્ર રાજ્યમાં ફેરવાશે. તેમજ જે જે નદીઓમાં ભગવાન સ્વામીનારાયણે સ્નાન કર્યુ હતું, તેમાં હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિ વિસર્જન કરાશે.

ચાર નદીઓમાં અસ્થિ વિસર્જન કરાશે

રવિવારે દૂધ કેસર અને ગુલાબયુક્ત જળથી અભિષેક કરાયા બાદ સ્વામીજીના અસ્થિને કળશમાં મૂકાયા હતા. વિવિધ શહેરના હરિભક્તો સ્વામીજીના અસ્થિ કળશના દર્શન કરી શકે તે માટે યોગી ડિવાઈન સોસાયટી દ્વારા ખાસ આયોજન કરાયુ છે. તેમજ સોસાયટી દ્વારા ગઢડાની ઘેલા, ગોંડલની ગોંડલી, ચાણોદની નર્મદા અને ગિરનારના નારાયણ ધરામાં અસ્થિઓનું વિસર્જન કરવાનું નક્કી કરાયુ છે. ભગવાન સ્વામીનારાયણે આ તમામ નદીઓમાં સ્નાન કર્યું હતું.

સોખડા મંદિર (Haridham Sokhada) માં અંત્યેષ્ઠી સ્થાન પર ભવ્ય સમાધી મંદિરનું નિર્માણ કરાવવામાં આવશે. જેના માટે ડિઝાઈન તૈયાર કરવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરાશે. જ્યારે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી ઉપયોગમાં લેતા તમામ વસ્તુઓ તેમના જીવનની મહત્ત્વની કામગીરીઓ વિશે પણ સંગ્રહાલય બનાવવામાં આવશે.

પ્રેમસ્વરૂપ સ્વામીજી હવે નેતૃત્વ

હરિપ્રસાદ સ્વામીના બ્રહ્મલીન થયા બાદ સોખડા મંદિર તથા યોગી ડિવાઈન સોસાયટી (yogi divine society) નુ નેતૃત્વ પ્રેમસ્વરૂપ સ્વામીને સોંપાયું છે. તેમના નેતૃત્વ હેઠળ યોગી ડિવાઈન સોસાયટીની જવાબદારી નિભાવવા માટે પ્રબોધજીવન સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, સંત વલ્લભ સ્વામી, સેક્રેટરી અશોકભાઈ પટેલ અને વિઠ્ઠલદાસ પટેલ (ફુવાજી)ની કમિટીની રચના કરવામાં આવી હોવાની પણ રવિવારે જાહેરાત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *