મેષ રાશિ
આજનો દિવસ તમારા માટે ઉન્નતિ ભરેલો રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોને આજે કોઈ તણાવ રહી શકે છે. આજે ઘર પરિવારના કોઈ સભ્યને લઈને થોડા ચિંતિત રહી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસના ક્ષેત્રે આવી રહેલી અડચણોનો સામનો કરવો પડશે. દાંપત્યજીવન સુખમય રહેશે. કામના ક્ષેત્રે આજે શુભ મળવાથી તમારા ઉત્સાહમાં વધારો થશે. પરિવારના કોઈ સભ્યના લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થશે. પરિવારના સભ્યો તમારા માટે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરી શકે છે.
વૃષભ રાશિ
આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેવાનો છે. આજે વેપાર-ધંધામાં નવા અવસર મળી શકે છે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. કોઈ મોટા અધિકારીઓની મદદથી તમે અટકેલા કામ સમયસર પૂરા કરી શકશો. સસરા પક્ષના વ્યક્તિ સાથે તમારા સંબંધોમાં ચાલી રહેલો અણબનાવ દૂર થશે અને સંબંધોમાં સુધારો આવશે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ઉત્તમ રહેશે. તમે તમારા પરાક્રમ અને પુરુષાર્થમાં વધારો કરી શકો છો. તમારી ઈચ્છા મુજબનું ફળ મળવાથી મન પ્રસન્ન રહેશો. ભરપૂર પ્રમાણમાં મિત્રોનો સહયોગ મળતો દેખાઈ રહ્યો છે.
મિથુન રાશિ
વ્યાપારિક પરિસ્થિતિઓમા આજના દિવસે સકારાત્મક બદલાવ આવી શકે છે. આજે તમે તમારા કામના ક્ષેત્રે કેટલાક નવા કરાર કરવાના અવસર મળી શકે છે, જેનાથી તમારું મન ખુશ રહેશે. જો તમે તમારા માટે કોઈ નવો વેપાર ધંધો શરૂ કરવા જઈ રહ્યા હોય તો તેમા તમને સફળતા મળશે. સંતાનો માટેના કોઈ કામમાં રોકાણ કરવાનું મન બનાવી રહ્યા હોય તો દિલ ખોલીને કરવું, કારણ કે તેનાથી ભવિષ્યમાં તમને ભરપૂર લાભ મળશે. આજે તમારા મનમાં આવેલી વાતોને તમારા પિતાજી સાથે શેઅર કરવી જેનાથી તમને માનસિક શાંતિ મળશે.
કર્ક રાશિ
આજનો દિવસ તમારા માટે ઉત્સાહથી ભરેલો રહેશે. આજે તમે જે કોઈપણ કામ કરશો તે પુરા જોશ અને ઉત્સાહ સાથે કરશો, જેથી તેમા તમને સફળતા મળશે. ભાઈઓની સલાહથી આજે તમારા વેપારમાં પ્રગતિ મળશે. વેપાર સાથે જોડાયેલી કોઇ સમસ્યાનો મિત્રની મદદથી ઉકેલ આવી શકે છે. જો તમારા મનમાં કેટલાક નવા વિચારો આવે તો તેને ગુપ્ત રાખવા. કોઈ વાતને લઈને તમારે ચિંતા કરવાની જરૂર નથી. સાંજના સમયે તમને પ્રિયજનો તરફથી શુભ સમાચાર સાંભળવા મળી શકે છે.
સિંહ રાશિ
આજનો દિવસ તમારા પારિવારિક વાતાવરણને કારણે તમારા વ્યવહારમાં પરિવર્તન લાવવાનો રહેશે. વિદેશમાં રહેતા પરિવારના લોકો તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે. સાંજનો સમય તમે તમારા પરિવારના નાના બાળકો સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો. જો કોઈ સાથે આર્થિક લેવડ દેવડ કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે આજનો દિવસ ઉત્તમ નથી, માટે આજે લેવડ-દેવડ ન કરવી. જો પારિવારિક કલેશ ચાલી રહેલો હોય તો તે દૂર થશે. લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ આવશે અને પરિવારના સભ્યો દ્વારા તેને મંજૂરી પણ મળશે.
કન્યા રાશિ
આજનો દિવસ તમારા માટે ભાગદોડ વાળો રહેશે. આજે તમે તમારા કામના ક્ષેત્રે જીવનસાથીની સલાહ લેશો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. આજે સંતાનોને કોઈ કોર્સમાં એડમિશન અપાવવા માટે તમારે ભાગદોડ કરવી પડશે. વિદ્યાર્થીઓને તેની ઇચ્છા મુજબનું પરિણામ મળી શકે છે. પારિવારિક ખર્ચા પર કાબૂમાં રાખવા. જો આવું નહીં કરો તો તમારા ઉપર આર્થિક મુશ્કેલી આવી શકે છે. સાંજના સમયે તમે તમારા નજીકના સંબંધીના ઘરે જઈ શકો છો.
તુલા રાશિ
આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપે ફળદાયક રહેશે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરવા માટે એકાગ્ર મન રાખવું પડશે, જેથી સફળતા મળી શકે. વેપાર અથવા વ્યવસાય સાથે જોડાયેલા નવા અનુભવ મળી શકે છે. કોઈ મોટા અધિકારીની મદદ મળશે. આજે તમારે તમારા ભવિષ્ય માટેની યોજનાઓ પર ધ્યાન આપવું પડશે અને જરૂરી બિનજરૂરી ખર્ચાને કાબુમાં રાખવા. સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. સંતાનોને કોઈ શારીરિક મુશ્કેલી થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપે ફળદાયક રહેશે. રોજગારની દિશામાં પ્રયત્ન કરી રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે. આવકમાં વધારો થવા કરવા માટેના નવા નવા સ્ત્રોત મળશે. પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે. આજે લાંબા સમયથી તમારા કોઈ કામ અટકેલા હોય તો તે પૂરા થઈ શકે છે. આજે શુભ સમાચાર મળી શકે છે એટલા માટે આજે તમારે એ જ કામ કરવા જે કામ પૂરા થવાની તમને આશા હોય. વિદ્યાર્થીઓને આજે તેના ગુરુજનોના આશીર્વાદ મળી શકે છે.
ધન રાશિ
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. જો પારિવારિક સંપત્તિને લઈને કોઈ વાદવિવાદ ચાલી રહેલો હોય તો તેમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. ધર્મ કર્મના કામમાં આગળ પડતાં રહીને ભાગ લેશો અને તેમાં પૈસા પણ ખર્ચ કરશો. સામાજિક ક્ષેત્રે આજે તમારી ધાક રહેશે. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. નોકરી કરી રહેલા જાતકોને આજે કોઈ નવી ઓફર મળી શકે છે, જેનો તે સ્વીકાર કરી શકે છે.
મકર રાશિ
આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપે ફળદાયક રહેશે. રાજનીતિની દિશામાં પ્રયત્ન કરી રહેલા લોકોને ઉત્તમ અવસર મળી શકે છે, જેનાથી લોકોના સમર્થનમાં વધારો થશે અને બધા કામમા આગળ વધતાં રહીને ભાગ લેશો. પ્રેમ જીવનને સ્થાઈ સંબંધોમાં બદલવા માટેના તમારા પ્રયત્નો સફળ રહેશે. પરિવારના લોકો આજે તમારા સંબંધને મંજૂરી આપી શકે છે. સંતાનોના અભ્યાસની ચિંતા દૂર થશે, જેમાં જીવનસાથીની સલાહની જરૂર પડશે. સાંજના સમયે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ જગ્યાએ દેવદર્શનની યાત્રા પર જઈ શકો છો.
કુંભ રાશિ
આજે સામાજિક ક્ષેત્રે તમારી ખ્યાતિ ચારેબાજુ ફેલાશે. સંતાન પક્ષ તરફથી આજે તમને કોઇ શુભ સમાચાર સાંભળવા મળશે, જેનાથી તમારું મન ખુશ રહેશે. કામના ક્ષેત્રે આજે કોઈ શત્રુને કારણે તમને પૈસાનું નુકસાન થઈ શકે છે, જો આવું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. મિત્રો સાથે વાતચીત કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને તમારો તણાવ ઓછો થશે. પરિવારમાં જો કોઇ સાથેના સંબંધોમાં અણબનાવ ચાલી રહેલો હોય તો તે દૂર થશે અને સંબંધોને મજબૂતી મળશે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં આવી રહેલી અડચણો દુર કરવા માટે માતાપિતાની સલાહ લેવી પડશે.
મીન રાશિ
આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લઈને આવશે. આજે તમે તમારા ઘરના નિર્માણના કામ માટે જરૂરી ખર્ચાઓ કરશો, પરંતુ વેપાર-ધંધો સારો ચાલવાને કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. આજે તમારા કાર્ય ક્ષેત્રે વધારે મહેનત કરવાની જરૂર છે, જેને લીધે તમે યોજનાઓનો લાભ મેળવી શકો. કોઈ સાથે પૈસાની લેવડ-દેવડ કરવાનું વિચારી રહ્યા હોય તો ન કરવી કારણ કે તેના માટે આજનો દિવસ ઉત્તમ નથી. આજે તમે તમારા જીવનસાથી માટે કોઈ ભેટ ખરીદી શકો છો, જેને જોઈને જીવનસાથી ખુશ થઈ જશે.