તમિલનાડુનું બૃહદેશ્વર શિવ મંદિર ચોલ વાસ્તુકલાને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિરને ચોલ શાસક રાજ પ્રથમે બનાવરાવ્યું હતું. આ કારણે આ મંદિરનું નામ રાજરાજેશ્વર પણ આપવામાં આવ્યું છે. આ મંદિરની ભવ્યતા અને ચમત્કાર દેખવા માટે દૂરદૂરથી લોકો આવે છે. ખાસ વાત એ છે કે તમિલનાડુનાં તંજાવુરનું આ મંદિર ગ્રેનાઇટથી બનેલું છે. આ મંદિર વિશ્વનું પહેલું અને એકમાત્ર મંદિર છે જે ગ્રેનાઇટથી બનેલું છે. આટલી ખૂબિયોવાળા આ મંદિરને યૂનેસ્કો પણ વિશ્વ ધરોહર જાહેર કરી ચુક્યું છે.
રાજારાજ ચોલ પ્રથમ આ મંદિરનાં પ્રવર્તક હતા. આ મંદિર તેમના શાસનકાળની શ્રેષ્ઠતાનું પ્રતીક છે. આ મંદિરને ચોલ શાસન સમયની વાસ્તુકળાની શ્રેષ્ઠ ઉપલબ્ધિ કહેવું ઉચિત રહેશે. રાજારાજ ચોલ પ્રથમનાં શાસનકાળમાં એટલે કે 1010 ઇ.માં આ મંદિર પૂર્ણ રીતે તૈયાર થયું હતું. ખાસ વાત એ છે કે 2010માં આ મંદિરનાં નિર્માણનાં 1 હજાર વર્ષ પૂર્ણ થયા હતા.
બૃહદેશ્વર શિવ મંદિરનું ‘પેરિયા કોવિલ’ (મોટુ મંદિર) વિશાળ દિવાલોથી ઘેરાયેલું છે. આ મંદિરનો પાયો 16મી સદીમાં નાખવામાં આવ્યો હતો. આ મંદિર 1,30,000 ટન ગ્રેનાઇટથી બનેલુ છે. મહત્વની વાત એ છે કે ગ્રેનાઇટ આ વિસ્તારની આસપાસ ક્યાંય નથી. આવામાં એ વાત રહસ્ય જ છે કે આટલી મોટી માત્રામાં ગ્રેનાઇટ એ સમયમાં ક્યાંથી લાવવામાં આવ્યું હશે!
આ સાથે એ પણ આશ્ચર્યજનક વાત છે કે ગ્રેનાઇટ પર નક્શીકામ કરવું અઘરું હોય છે, પરંતુ તેમ છતા ચોલ રાજાઓએ ગ્રેનાઇટ પથ્થર પર ઝીણું નક્શીકામ ઘણી જ સુંદરતા સાથે કર્યું છે. મંદિરનો ગુંબજ ફક્ત એક પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે. તેનું વજન પણ 80 ટન છે અને તેની ઉપર એક સોનાનું કળશ રાખવામાં આવ્યું છે.
મંદિરનાં પ્રવેશદ્વારમાં ફક્ત એક નંદીજીની મૂર્તિ છે. જે 16 ફૂટ લાંબી અને 13 ફૂટ ઊંચી છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે.
આ મંદિરની અન્ય વિશેષતા એ છે કે ગોપુરમ(પિરામીડ જેવી આકૃતિ જે દક્ષિણ ભારતનાં મંદિરોનાં મુખ્ય દ્વાર પર હોય છે)નો પડછાયો જમીન પર નથી પડતો. આ રહસ્ય વૈજ્ઞાનિકોને પણ સમજાતુ નથી. મંદિરની અંદર ભગવાન શિવની અલગ-અલગ મુદ્રાઓવાળા ચિત્રો છે. મંદિરની અંદર એક વિશાળ શિવલિંગ પણ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.