ગુજરાતના આ મંદિરમાં શિયાળોને પહેલો પ્રસાદ ધરાવવામાં આવે છે, જાણો શું છે તેના પાછળ નું કારણ અને મહત્વ…

ધાર્મિક

મંદિરમાં આરતી કર્યા બાદ પહેલો પ્રસાદ આ શિયાળોને ખવડાવવામાં આવે છે.

કચ્છના રણથી લગભગ 25 કિમી દૂર એક કાળા ડુંગર નામનો પર્વત આવેલો છે. આ કાળા ડુંગરની ટોચ પરથી કચ્છના રણનો સુંદર નજારો અને અદભૂત નજારો જોવા મળે છે. કાળા ડુંગર પર્વત પર દત્તાત્રેય મંદિર પણ આવેલું છે. અહીંની એક માન્યતા વિશે જાણીને તમને નવાઈ લાગશે. આ કદાચ એક માત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો 360 અંશ જોવા મળે છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી ઠેકાણુ પણ છે.

પહેલો પ્રસાદ શિયાળને ખવડાવવામાં આવે છે

આ કાળા ડુંગર પર હજારો વર્ષોથી દરરોજે સાંજે શિયાળ આવે છે અને મંદિરમાં આરતી કર્યા બાદ પહેલો પ્રસાદ આ શિયાળોને ખવડાવવામાં આવે છે. પ્રસાદને મંદિરની આગળ એક ટેકરી પર મુકવામાં આવે છે અને શિયાળો તે પ્રસાદ લે તેની રાહ જોવામાં આવે છે. ત્યાર બાદ જ તે પ્રસાદ લોકોને આપવામાં આવે છે. અહીં પ્રસાદમાં ભગવાનને ખિચડી ધરાવવામાં આવે છે.

શું છે તેના પાછળની કહાની ?

એક દંતકથા અનુસાર જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા હતા અને ત્યાં તેમણે ભૂખ્યા શિયાળોનું ટોળું જોયું હતું. તેમણે પોતાના શરીરના અંગો શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યા. શિયાળોએ તે અંગોને આરોગ્યા બાદ દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા લાગ્યા. આજ કારણ છે કે છેલ્લાં 400 વર્ષોથી મંદિરના પૂજારી ખિચડીનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે.

મહત્વનું છે કે 2000 પહેલા આ ડુંગર પર પ્રસાદ લેવા માટે 60થી 70 શિયાળોનું ટોળુ આવતુ હતું પરંતુ લોકોનું કહેવું છે કે કચ્છમાં આવેલા ભૂકંપ બાદ આ શિયાળોની સંખ્યામાં ઘટાડો થયો છે. જે ગામના લોકો માટે ચિંતાનું કારણ બન્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.