મોટી ધન તેરસ આ 1 વસ્તુ ઘરે લઈ આવો આખો વર્ષ પૈસા આવતા રહેશે, માં લક્ષ્મી ધનની વરસાદ કરશે…

ધાર્મિક

કારતક મહિનો શરૂ થઈ ગયો છે અને આ સાથે દિવાળીની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ઘરની સફાઈની સાથે સાથે ખરીદી પણ શરૂ થઈ ગઈ છે. ધનતેરસ 2021 ના દિવસે કરવામાં આવતી મુખ્ય ખરીદીઓ માટે લોકો પ્લાન પણ બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તે જાણવું જરૂરી છે કે ધનતેરસ પર કઈ વસ્તુ ખરીદવી શુભ છે.

ધનતેરસનો દિવસ ધન અને સમૃદ્ધિનો વરસાદ કરતો દિવસ છે. આ દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે ખરીદેલી વસ્તુઓ શુભ ફળ આપે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ધનતેરસના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. જો આ દિવસે આ વસ્તુઓ ખરીદવામાં આવે તો આખા વર્ષ દરમિયાન ધનની અછત રહેતી નથી.

ધનતેરસના દિવસે લોકો સોના ચાંદીના દાગીના અને વાસણની ખરીદી કરે છે. પરંતુ આ દિવસે સાવરણી ખરીદવાની પરંપરા લાંબા સમયથી ચાલતી આવી રહી છે. માન્યતા છે કે આ દિવસે સાવરણીની ખરીદી કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. મત્સ્ય પુરાણમાં સાવરણીને મા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે સારવણી ખરીદવાથી ગરીબી દૂર થઇ જાય છે અને દેવાથી મુક્તિ મળે છે. આવો જોઇએ ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું શુ છે મહત્વ…

ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે

ધનતેરસના દિવસે સાવરણી ખરીદવામાં આવે છે કે આ દિવસે સાવરણી ખરીદવાથી ગરીબી દૂર થાય છે સાથે જ નવી સાવરણીથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. હિન્દુ માન્યતાઓ મુજબ ધનતેરસના દિવસે સાવરણી ખરીદીને તમારા ઘરમાં લાવવી જોઇએ. તેનાથી પૈસાની તંગીને દૂર કરી શકાય છે શાસ્ત્રોમાં તેને માતા લક્ષ્મીનો પ્રતિરૂપ માનવામાં આવે છે. જોકે, ધનતેરસ પર સાવરણી ખરીદવાના કેટલાક નિયમોનું પણ પાલન કરવું જોઇએ. આ નિયમો પ્રત્યે બેદરકારી રાખવાથી દેવી લક્ષ્મી નારાજ પણ થઇ શકે છે.

ધનતેરસના દિવસે જો સાવરણી ખરીદો તો તેને પકડવાની જગ્યા પર સફેદ રંગનો દોરો બાંધી લો આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં સ્થિર રહે છે સાથે જ ધ્યાન રહે કે સાવરણી પર પગ ન પડે. કહેવામાં આવે છે કે સાવરણી પર પગ મારવાથી દેવી લક્ષ્મી નારાજ થઇ શકેછે. જેથી સાવરણી મંગળવાર, શનિવાર અને રવિવારે ન ખરીદવી જોઇએ આ દિવસોમાં સાવરણી ખરીદવાથી ઘરમાં કંકાશનો માહોલ થઇ જાય છે.

બની શકે તો ધનતેરસના પર ત્રણ સાવરણી ખરીદો. ત્રણ સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે બે કે ચાર જોડામાં સાવરણીની ખરીદી ન કરો. જ્યારે ધનતેરસ પર ખરીદી કરવામાં આવેલી સાવરણી દિવાળીના દિવસે સૂર્યોદયથી પહેલા મંદિરમાં દાન કરવાથી ઘરમાં લક્ષ્મી આવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.