સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ દરમિયાન એક એવો નજારો જોવા મળ્યો છે કે જેનાથી ભક્તોની આંખો અંજાઈ ગઈ ઉપરાંત ઠેર ઠેર આ બનાવની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ વાત જોવા મળી રહી છે.
દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી પડી હતી. જેમાં ધ્વજા ખંડિત થઈ છે. સાક્ષાત ભગવાન દ્વારકાધિશે કુદરતી પ્રકોપને પોતાના માથે લીધા હોઈ તેવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. દ્વારકાધીશ મંદિરની ધજા પર વીજળી ત્રાટકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. લોકો આ બાબત પર ચર્ચા કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે સાક્ષાત ભગવાને પરચો આપ્યો છે અને વીજળીનો પ્રકોપ પોતાના માથે ઝીલી લીધો છે
હાલ માં એક બીજો ચમત્કાર થયો જે જોઈ ને તમે હેરાન થાય જશો પહેલા વીજળી પડી હાલ માં વાદળ માં આપ્યા ભગવાને સાક્ષાત દર્શન. એક એવો ચમત્કાર જોવા મળિયો જોઈ ને લાગી રહ્યું છે કે ભગવાન આપી રહ્યા છે કોઈ મોટો સંકેત. લોકોનું માનવું છે કે સાક્ષાત ભગવાને પરચો આપ્યો છે જ્યારે દ્વારકાધીશ મંદિરની ધજા પર વીજળી પડતા ધજાને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. મહત્વની વાત એ છે કે દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજા ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, મંદિર આસપાસ વીજળીના આ પ્રકારના દ્રશ્યો પ્રથમવાર જોવા મળ્યા છે આ પહેલા આવું ક્યારેય જોવા મળ્યું નથી
દ્વારકાના ભાટિયા, ગોકલપર જેવા ગામોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. બે કલાકમાં લગભગ 3 ઇંચ વરસાદ થતાં ખેતરો અને રસ્તા પાણી-પાણી થઇ ગયા છે. વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મેઘરાજાએ ભાટીયા આસપાસ વિસ્તારમાં મનમૂકીને વરસીને ચારે તરફ પાણી પાણી કરી દીધું છે. વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.