માતાનાં પેટની અંદર જોડિયાં બાળકોનો થયો ઝઘડો, VIDEO મચાવી રહ્યો છે ધૂમ

અજબ-ગજબ

સોશિયલ મીડિયા પર એક વીડિયો તેજીથી વાયરલ થઇ રહેલ છે. તેને ખૂબ જોવામાં આવી રહેલ છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યાં છે. માંનાં પેટની અંદર જુડવા બાળકોની વચ્ચે લડાઇ થઇ ગઇ. અલ્ટ્રાસાઉન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહેલ છે. આ સમગ્ર ઘટના ચીનની છે. જ્યાં માનાં પેટમાં બે બાળકો લડાઇ કરી બેઠાં. બંને એકબીજા પર મુક્કા મારતા જોવા મળ્યાં. પેટની અંદર જ બંનેએ લડાઇ શરૂ કરી દીધી.

રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો ગયા વર્ષે ચીનમાં પણ શેર કરવામાં આવ્યો હતો. મહિલા ચાર મહીનાની પ્રેગનન્ટ હતી. તે ટ્વિન્સ બાળકોને જન્મ આપવા જઇ રહી હતી. ગયા વર્ષે યિનચુઆનમાં એક ક્લિનીકમાં તેઓએ અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું હતું. આ વીડિયો ટ્વિન્સ બાળકોનાં પિતા ટાઓએ શૂટ કર્યો હતો.

પિતાએ એક લોકલ ન્યૂઝ પેપર સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘અજન્મી બાળકીઓ ખૂબ મોડે સુધી અંદર જ એકબીજાને મુક્કા મારતી રહી.’ આ વીડિયો ચીનમાં પણ ખૂબ વાઇરલ થયો. ટાઓએ વીડિયો એપ Douyinમાં આ વીડિયો શેર કર્યો હતો. ઓરિજનલ વીડિયોનાં તો 2.5 મિલિયન વ્યૂઝ થઇ ચૂકેલ છે અને 80 હજારથી પણ વધારે કમેન્ટ્સ સોશિયલ મીડિયા પર આવી ચૂકેલ છે.

હવે આ બાળકીઓનો જન્મ થઇ ચૂકેલ છે. એકનું નામ ચેરી છે અને બીજી બાળકીનું નામ સ્ટ્રોબેરી છે. સોશિયલ મીડિયા પર હજી પણ આ વીડિયો વાઇરલ થઇ રહેલ છે. એક યૂઝરે લખ્યું કે, ‘આ અંદર લડી રહ્યાં છે. પરંતુ બહાર આવ્યાં બાદ આ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરશે.’ તેઓનાં પિતા ટાઓએ જણાવ્યું કે, વધુ એક અલ્ટ્રાસાઉન્ડમાં બંને એકબીજાને ગળે પણ મળી રહ્યાં હતાં.

ટાઓએ એક ખાનગી ન્યૂઝપેપર સાથે વાત કરતા જણાવ્યું કે, ‘બાળકી ખૂબ સારી છે. બંને એકબીજાનો ખ્યાલ રાખે છે. જ્યારે પણ તેઓની માં મેડિકલ ટેસ્ટ માટે જાય છે ત્યારે તેઓ એકબીજાનો ખૂબ સારો એવો ખ્યાલ રાખે છે. જ્યારે તે મોટી થશે તો પણ તેઓ હંમેશા સાથે રહેશે.’

Leave a Reply

Your email address will not be published.