હિંદુ ધર્મમાં પૂજા પાઠાના સમયે ચોખાનો ઉપયોગ જરૂરથી કરવામાં આવે છે. ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે. જ્યારે પણ ભગવાનની પૂજા કરવામાં આવે છે તો તેમને રોલી અને ચંદન લગાવ્યા બાદ ચોખા એટલે કે અક્ષત ચઢાવવામાં આવે છે. પૂજા સામગ્રીમાં જો કોઈ ચીજની ખામી હોય તો તેને પૂરી કરવા માટે પણ ચોખાનો ઉપયોગ કરી લેવામાં આવે છે.
હવન સામગ્રીમાં અનેકવાર અનાજના રૂપમાં અક્ષતનો ઉપયોગ કરાય છે. કોઈ પણ શુભ કામમાં પણ અક્ષતનો ઉપયોગ કરાય છે. એવામાં મનમાં પ્રશ્ન થાય છે કે ધરતી પર આટલા બધા અનાજ છે તો ચોખા જ શા માટે ભગવાનને ચઢાવવામાં આવે છે. તો જાણો તેની સાથેની ખાસ વાતો પણ.
સમજો ચોખાનો અર્થ
અક્ષતનો ભાવ પૂર્ણતા સાથે જોડાયેલો છે. અક્ષત એટલે કે જેની ક્ષતિ ન થઈ હોય. જ્યારે પણ પૂજામાં અક્ષત ચઢાવાય છે ત્યારે પરમેશ્વરને અક્ષતની જેમ પોતાની પૂજાને વિઘ્નહીન એટલે કે પૂર્ણ બનાવવાની પ્રાર્થના કરાય છે.
તેને પોતાના જીવનની ખામી દૂર કરવા અને જીવનમાં પૂર્ણતા લાવવાની પ્રાર્થના કરાય છે. આ કારણે પૂજામાં હંમેશા ચોખાના આખા દાણાનો પ્રયોગ કરવામાં આવે છે. ચોખાનો સફેદ રંગ શાંતિનું પ્રતિક છે.
આ છે માન્યતા
માનવામાં આવે છે કે પ્રકૃતિમાં સૌથી પહેલા ચોખાની ખેતી કરવામાં આવી હતી. આ સમયે ઈશ્વરને પ્રતિ શ્રદ્ધા વ્યક્ત કરવા માટે લોકો તેમને ચોખા સમર્પિત કરતા. આ સિવાય અન્નના રૂપમાં પણ ચોખા સૌથી શુદ્ધ માનવામાં આવતા કેમકે આ ધાન ફોતરામાં બંધ રહે છે. આ કારણે પશુ પક્ષીઓ તેને એંઠું કરી શકતા નથી.
જેમ ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મને અર્પિત કર્યા વિના જો કોઈ અન્ન અને ધનનો પ્રયોગ કરે છે તો તે અન્ન અને ધન ચોરીનું માનવામાં આવે છે. આ રીતે અન્નના રૂપમાં ભગવાનને ચોખા અર્પણ કરાય છે. એમ પણ માનવામાં આવે છે કે અન્ન અને હવન ઈશ્વરને સંતુષ્ટ કરે છે. તેનાથી પૂર્વજ પણ તૃપ્ત થાય છે અને તેમના આર્શીવાદ મળે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.