આવી ગયું ચરબી ઘટાડવાનું સાધન, ઓછો થઈ શકે છે 6KG વજન

હેલ્થ

રબીથી પરેશાન લોકો હંમેશા તે પ્રયાસમાં રહે છે કે વધુ એક્સરસાઇઝ કર્યા વગર તેનું વજન ઘટી જાય. પરંતુ આવું થતું નથી. પરંતુ ચરબીને કારણે વધન ઘટાડવા માટે એક નવી ટેકનીકની શોધ કરવામાં આવી છે, જેના પર લોકોને સરળતાથી વિશ્વાસ થશે નહીં.

આ ડિવાઇસની ટ્રાયલમાં વોલેન્ટિયરોએ બે સપ્તાહમાં એવરેજ 6.36 કિલો વજન ઘટાડી લીધું. એક નવી ટેકનીકથી આ વજન ઘટાડવામાં આવ્યું છે.

આ છે વજન ઘટાડનારી ડિવાઇસ

ડેલી મેલ ડોટ કોમની ખબર પ્રમાણે વૈજ્ઞાનિકોએ એક વજન ઘટાડનારૂ ઉપકરણ બનાવ્યું છે, જેને દાંતને એક સાથે બંધ કરવા માટે મેગ્નેટ અને લોકિંગ બોલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

ન્યૂઝીલેન્ડની યુનિવર્સિટીમાં ટ્રાયલ

ન્યૂઝીલેન્ડમાં ઓટાગો વિશ્વવિદ્યાલયના રિસર્ચરો દ્વારા બનાવવામાં આવેલ ડેન્ટલસ્લિમ ડાઇટ કંટ્રોલ ને એક ડેન્ટિસ્ટ પ્રોફેશનલ દ્વારા ઉપરી અને નિચલા ભાગના દાંતોમાં લગાવવામાં આવ્યું છે.

શું છે ડિવાઇસનું કામ

આ ઉપકરણ પહેરનાર વ્યક્તિ લગભગ 2 મિમી સુધી પોતાનું મોઢુ ખોલી શકે છે. તેને તરલ આહાર સુધી સીમિત રાખે છે પરંતુ વાત કરવા અને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી આવતી નથી.

શું છે ડિવાઇસનો ઉદ્દેશ

એકવાર દાંતમાં ફિટ થયા બાદ ડિવાઇસનો ઉદ્દેશ્ય મજબૂત ખાદ્ય પદાર્થોને ખાતા રોકવાનો છે. ડિવાઇસ બનાવનારે તેને બિન-આક્રમક એટલે કે દાંતની વારંવાર ચાવવાની પ્રક્રિયાને રોકવા વિશે જણાવ્યું છે.

આશરે છ કિલો સુધી વજન થાય છે કંટ્રોલ

બ્રિટિશ ડેન્ટલ જર્નલમાં આ ડિવાઇસની ટ્રાયલમાં જણાવ્યું કે, વોલેન્ટિયરોએ બે સપ્તાહમાં એવરેજ 6.36 કિલો વજન ઓછુ કર્યું. સાથે વજન ઓછો કરનાર લોકો પણ આ જર્નીને જારી રાખવા માંગે છે, જેથી તેના વજનમાં વધારે ઘટાડો થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *