માઘ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકટ ચોથ અને તિલકુટા ચોથના નામે ઓળખવામાં આવે છે. સનાતન ધર્મમાં પણ સંકટ ચોથનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે ગંગા સ્નાન, દાન પુણ્ય અને સૂર્ય અર્દ્યના સિવાય ગણપતિ પૂજાનું ખાસ મહત્ત્વ હોય છે.
સંતાનની લાંબી ઉંમર અને સુરક્ષા માટે આ વ્રતને મહિલાઓ ખાસ રીતે વ્રતની સાથે ઉજવે છે. આ દિવસે ચંદ્રદર્શન બાદ જ વ્રત ખોલાય છે. આવતીકાલે મહિલાઓ ધાર્મિક માન્યતા અનુસાર ગણેશજીને પ્રસન્ન કરવા વ્રત રાખે છે અને પ્રભુ તેમની મનોકામનાઓ પૂરી કરે છે.
કેવી રીતે કરશો ભગવાન ગણેશની પૂજા
સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની ખાસ રીતે ભક્તિ કરાય છે. આ દિવસે ફળાહારની સાથે વ્રત અને પૂજા કરાય છે. ધાર્મિક માન્યતા અનુસાર સંકટ ચોથના દિવસે કેટલાક એવા કામ છે જેને કરવાનું વર્જિત માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ આ કાર્ય કરો છો તો ભગવાન ગણેશ તમારાથી રૂઠી જાય છે. તો જાણો કયા કામ ન કરવા.
સંકટ ચોથના દિવસે ન કરો આ કામ
સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજામાં ક્યારેય ભૂલથી પણ તુલસી ન ચઢાવો.
ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે.
ચોથના દિવસે ક્યારેય ઘરના કોઈ પણ સભ્યએ નોનવેજ કે મદિરાનું સેવન કરવું નહીં.
આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન પણ વર્જિત માનવામાં આવે છે કેમકે તે તામસિક ભોજનમાં આવે છે.
ભગવાન ગણેશની પૂજામાં સૂર્યોદય પહેલા સ્નાન કરવું શુભ માનવામાં આવે છે.
આ દિવસે કોઈ પશુ-પક્ષીને દાણા આપવા. કોઈને ધુત્કારવા નહીં અને મારવું નહીં. આ દિવસે તેમને પાણી પીવડાવવાનું શુભ માનવામાં આવે છે.
આ દિવસે કોઈ વૃદ્ધ વ્યક્તિનું અપમાન કરવું નહીં. આમ કરવાથી ભગવાન ક્રોધિત થાય છે.
શું છે સંકટ ચોથ 2022ના ચંદ્રોદયનો યોગ્ય સમય
2022ની સંકટ ચોથ 21 જાન્યુઆરીએ છે. આ દિવસે જે લોકો વ્રત રાખે છે તેઓ ચંદ્રના દર્શન કરીને અર્દ્ય આપ્યા બાદ જ વ્રત ખોલે છે. આ વર્ષે આવતીકાલે ચંદ્રોદય રાતે 9 વાગે થશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.