ધનતેરસનો પર્વ કાર્તિક કૃષ્ણ ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ખરીદી કરવાને ખુબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ દિવસે ખરીદી કરવાથી સમૃદ્ધિ વધે છે. ધનતેરસ પર કુબેર દેવની પૂજા ચોક્કસથી કરવી જોઇએ.
પૌરાણિક કથા અનુસાર કાર્તિક કૃષ્ણ ત્રયોદશીના દિવસે જ ધનવન્તરિ અમૃતનો કળશ લઇને પ્રગટ થયા હતા, માટે ત્યારથી જ ધનતેરસ પર વાસણ ખરીદવાની પરંપરા શરૂ થઇ છે.
દિવો
દિવા વિના તો દિવાળી સંભવ જ નથી, ધનતેરસ પર નાના દિવા ખરીદો અને માટીના મોટા ત્રણ દિવા પણ ખરીદો. જેના પ્રયોગથી દિવાળીના દિવસે તમારુ ઘર ઝગમગી ઉઠશે.
મૂર્તિ
દિવાળી પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા થાય છે. ધન માટે માતા લક્ષ્મી અને બુદ્ધિ માટે ભગવાન ગણેશની ઉપાસના કરવામાં આવે છે. ધનતેરસે બંને ભગવાન અને માતાજીની મૂર્તિ ખરીદવાથી લાભ થાય છે.
ગોમતી ચક્ર
ગોમતી ચક્ર એવ વિશેષ પ્રકારનો પથ્થર છે, જેના એક તરફ ચક્રની આકૃતિ બનેલી હોય છે, આ ઘણા રંગોનો હોય છે જેમાં સફેદ રંગનું ગોમતી ચક્ર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધનતેરસ પર ઓછામાં ઓછા 5 ગોમતી ચક્ર ખરીદો અને માતા લક્ષ્મીને અર્પણ કરો,
કોડી
કોડીનો ઉપયોગ ધનપ્રાપ્તિ માટે પ્રાચીન કાળથી થઇ રહ્યો છે, ધનતેરસના દિવસે ઓછામાં ઓછી પાંચ કોડી ખરીદો અને તેની વિશેષ પુજા કરો, જેનાથી અવિવાહિતોનો વિવાહ થશે અને કરજમાંથી મુક્તિ મળશે.
ચાંદી
ચાંદીને સમૃદ્ધિની ધાતુ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ચાંદી ભગવાન શિવના નેત્રોમાંથી પ્રગટ થઇ છે. ધનતેરસના દિવસે ચાંદી ખરીદવાને ખુબ જ શુભ માનવામાં આવે છે.
સાવરણી
સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ધનતેરસ પર સાવરણી ખરીદો અને તેનો ઉપયોગ દિવાળીના બીજા દીવસે કરો. જૂની સાવરણીને દિવાળીના આગળના દિવસે ફેંકી દો. જૂની સાવરણી ઘરમાંથી નકારાત્મક ઉર્જાને કાઢી દેશે.
શ્રૃંગાર
ધનતેરસના દિવસે વિવાહિત મહિલાઓને સોળ શણગારની વસ્તુઓ આપવાને શુભ માનવામાં આવે છે. આ સિવાય લાલ રંગની સાડી અને સિંદુર આપવાને પણ શુભ માનવામાં આવે છે. જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.