સ્ત્રીઓએ કરવાચોથનું વ્રત કેમ કરવું જોઈએ ? જાણો શું છે તેની ધાર્મિક કથા અને વ્રતની વિધિ ,તિથિ, અને શુભ મુહુર્ત…

ધાર્મિક

આસો વદ ચોથના દિવસે કરવા ચોથ આવે છે. આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રી પોતાના પતિના આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે કરે છે. આ વ્રતમાં પરણિત બહેનો પોતાના પતિના દીર્ઘાયુ માટે નિર્જળા ઉપવાસ કરે છે. આ દિવસે રાત્રે બહેનોએ શ્રદ્ધાપૂર્વક ચંદ્રમાના દર્શન ચાયણીમાં કર્યા પછી પતિના દર્શન કરે છે.  તેમજ આ વ્રતની કથા વાંચી ત્યારબાદ વિધિવત રીતે વ્રત ખોલે છે અને પછી ભોજન કે ફળાઆહાર લે છે.

હવે આપણે એ જાણીશું કે કઈ વ્રત કથા જોડાયેલી છે

એક દિવસ અર્જુન તપસ્યા કરવા માટે નીલગીરી પર્વત પર ગયો ત્યારે આ બાજુ પાંડવો ઉપર અનેક મુસીબતો આવવા માંડી. આથી દ્રૌપદી દુ:ખી દુ:ખી થઈ ગઈ. તેણે કૃષ્ણને આ મુસીબતમાંથી ઉગારવાની વિનંતી કરી. આથી શ્રી કૃષ્ણએ જણાવ્યું કે એક વખત પાર્વતીએ પણ આવી મુસીબતના નિવારણ માટે ભગવાન શંકરને પુછ્યું ત્યારે ભગવાને કરવાચોથનું વ્રત કરવાનું કહ્યું હતું. જેનાથી તમારી તમામ મુસીબતનું નિવારણ થશે. આ પછી શ્રીકૃષ્ણ ભગવાને એક વાર્તા કહી.

પ્રાચીન સમયમાં એક ગુણવાન, બુદ્ધિશાળી અને ધર્મપારાયણ બ્રાહ્મણ રહેતો હતો. તેને ચાર પુત્રો અને એક સુંદર તથા ગુણવાન પુત્રી હતી. બ્રાહ્મણે પુત્રો અને પુત્રીના લગ્ન ધામેધૂમે કર્યા હતા. પુત્રી પિતાના ઘરે આવી હતી. ભાભીઓ સાથે બહેને કરવા ચોથનું વ્રત રાખ્યું હતું.

રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું, પણ બહેને કહ્યું કે ચંદ્રના દર્શન કર્યા પછી જમશે. આખો દિવસની ભૂખના કારણે બહેન સ્થિતિ ખરાબ હતી. આથી તેના ભાઈઓને તેના પર દયા આવી. તેઓએ ક-પટ કરી એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈ જમવાનું કહ્યું. ભાભીઓએ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે પણ બહેન માની નહી અને ભોજન કરી લીધું.

ભોજન પ-ત્યા પછી તરત જ તેના પતિનું મો-ત થઈ ગયું. આથી તે વિલાપ કરવા લાગી. આ સમયે ઈન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરવા નીકળ્યા હતા. તેણે આ બહેનને વિલાપ કરતી જોઈને દુ:ખનું કારણ પૂછ્યું. બહેનની હકિકત જાણ્યા પછી ઈન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર ભોજન કર્યું હતું એટલા માટે તને આ ફળ મળ્યું છે. હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર તો તને તારો પતિ જીવતો થશે. બહેને ફરી વિધિવત વ્રત કર્યું અને તેનો પતિ જીવીત થયો.

આ વાત પૂરી કહી કૃષ્ણએ દ્રોપદીને કહ્યું તું પણ જો ભક્તિપૂર્વક આ વ્રત કરીશ તો તારા પર આવેલી મુસિબત ટળી જશે. આથી દ્રૌપદીએ પૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું અને તેની બધી મુસીબત ટળી ગઈ હતી અને પાંડવો પર આવેલું સં-કટ ટળી ગયું હતું. આ વ્રત કરનારનો ચૂડી – ચાંદલો અખંડ રહે છે, વાંઝીયામેણું ટળે છે અને ધન – ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

કરવાચોથ તારીખ અને શુભ સમય

આ તારીખ અને શુભ સમય છે. આ વખતે કરવાચોથનો ચંદ્ર ખૂબ જ શુભ રહેશે. રોહિણી નક્ષત્રમાં ચંદ્ર ઉભરાશે અને પૂજા થશે જેથી વ્રત રાખનારી મહિલાઓને શુભ ફળ મળે. આ વખતે કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથી 24 ઓક્ટોબર 2021, રવિવારે સવારે 3: 1 વાગ્યે શરૂ થશે, જે 25 ઓક્ટોબરના બીજા દિવસે સવારે 5:43 સુધી ચાલશે. તે જ સમયે, આ દિવસે ચંદ્ર ઉદયનો સમય સવારે 8.11 વાગ્યાનો રહેશે. પૂજાનો શુભ સમય 24 ઓક્ટોબર 2021 ના ​​રોજ સાંજે 06:55 થી 08:51 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન પૂજા કરવી શુભ રહેશે.

કરવાચોથના ઉપવાસની પદ્ધતિ

તમારે સૂર્યોદય પહેલા ઉઠવું પડશે કારણ કે આ ઉપવાસ સૂર્યોદય પહેલા શરૂ થાય છે.

હવે મહિલાઓએ સરગીના રૂપમાં મિશ્રિત ખોરાક લેવો જોઈએ.

હવે પાણી પીઓ અને ભગવાનની પૂજા કરીને ઉપવાસનું વ્રત લો.

ઉપવાસની શરૂઆત પછી, આખો દિવસ પાણી કે ખોરાક ન લો.

સાંજે ચંદ્ર જોયા પછી ઉપવાસ તોડો.

પૂજા માટે, સાંજે તમામ દેવતાઓ માટીની વેદી પર સ્થાપિત કરો અને તેમને તેમાં રાખો.

હવે એક થાળીમાં ધૂપ, દીવો, ચંદન, રોલી, સિંદૂર મૂકો.

હવે ઘીનો દીવો પ્રગટાવો.

ચંદ્ર નીકળે તેના એક કલાક પહેલા પૂજા શરૂ કરવી જોઈએ.

આ દિવસે મહિલાઓ સાથે મળીને પૂજા કરે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.