મહિલાઓની રોજની ભાગદોડમાં કેટલાક ફાયદાકારક સપ્લિમેન્ટ છૂટી જાય છે. જેમાંથી એક છે વિટામિન સી. (Vitamin C) જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.
મહિલાઓની રોજની ભાગદોડમાં કેટલાક ફાયદાકારક સપ્લિમેન્ટ છૂટી જાય છે. જેમાંથી એક છે વિટામિન સી. (Vitamin C) જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ભોજન અને બીજા સપ્લિમેન્ટ દ્વારા રોજ તેનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. તે મહિલાઓ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આવો તેના પર એક નજર નાખીએ.
ગર્ભાવસ્થા દરમિયાન (Pregnancy)
ગર્ભમાં રહેલા બાળકની જરૂરિયાતો તેમજ સ્તનપાન કરાવનારી મહિલાઓ માટે વિટામિન સીની જરૂરી સૌથી વધારે રહે છે. ગર્ભવતી મહિલાઓને વિટામિન સીના સપ્લીમેન્ટ આપીને ગર્ભાવસ્થા સંબંધિત જટિલ સમસ્યાઓના ખતરાને પણ ઓછુ કરી શકાય છે. ખાણીપીણી દ્વારા પણ તેની પૂર્તિ કરી શકાય છે.
તણાવ અને હાઇ બ્લડ પ્રેશર માટે (Stress)
તણાવ શરીર માટે વિભિન્ન પ્રક્રિયાઓને પ્રભાવિત કરે છે. જેમ કે હોર્મોન્સનું નિર્માણ, માસિક ચક્ર, મહિલાઓ અને પુરુષ પ્રજનન ક્ષમતા અને પાચન ક્રિયા વગેરે. વિટામિન સી તણાવ વાળા હોર્મોન્સને ઓછા કરે છે. તેના નિયમિત સેવનથી હાઈ બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરી શકાય છે.
હૃદય રોગના ખતરાને ઘટાડે છે (Heart Disease)
વિટામિન સી હૃદય રોગના ખતરાને પણ ઓછુ કરે છે. તે લોહીમાં હૃદયરોગ માટે ઉત્પન્ન કરનારા કારકો જેમ કે હાનિકારક એલડીએલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડના પ્રભાવને ઓછો કરે છે.
ઉંમરના આધાર પર વિટામિન સીની જરૂરિયાત જાણીએ
13 થી 15 વર્ષ–66 મિલીગ્રામ પ્રતિ દિવસ
16 થી 18 વર્ષ–68 મિલિગ્રામ
મહિલાઓ–65 મિલિગ્રામ
ગર્ભવતી મહિલાઓ–80 મિલી ગ્રામ
સ્તનપાન કરાવનારી મહિલાઓ– 115 મિલિગ્રામ
વિટામીન સી કેવી રીતે મળી શકે છે
લીંબુ, ટામેટા અને બટાકા વિટામિન સીના મુખ્ય સ્ત્રોત છે. અન્ય સારા ખાદ્ય પદાર્થોમાં પણ તે સામેલ છે. સીમલા મરચા, કિવી, સ્ટ્રોબેરી અને તરબૂચ ઉપરાંત કેટલાક ફળ એવા હોય છે જેમાં સંતરા અને લીંબૂ સૌથી વધારે વિટામિન સી ધરાવે છે, તેમાં જમરૂખ કેરી અને પપૈયા પણ છે. જમરૂખમાં 376 મિલિગ્રામ, કેરીમાં 120 મિલિગ્રામ અને પપૈયામાં 96 મિલીગ્રામ સુધી વિટામિન સી હોય છે.