ભગવાન શિવ ભયથી ગુપ્તાધામની ગુફામાં કેમ છુપાયા હતા, જાણો દંતકથા…

ધાર્મિક

સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર સોમવાર (Monday) ભગવાન શિવ (lord shiva)ને સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસનું ખૂબ મહત્વ છે, કુંવારી છોકરીઓ સારા વર મેળવવા માટે સોમવારના ઉપવાસ (fasting on monday) કરે છે, જ્યારે પરિણીત મહિલાઓ ઘરે સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન ભોલેનાથના ઉપવાસ કરે છે.

એવું માનવામાં આવે છે કે સોમવારે ભગવાન ભોલેનાથના ઉપવાસ કરવાથી વ્યક્તિની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે, અને તે જે આશીર્વાદ માંગે છે તે તેને મળે છે. ભગવાન શિવે ક્યારેય તેમના ભક્તોને હતાશ થવા દીધા નથી. તેમના સ્વભાવને કારણે જ શાસ્ત્રોમાં કથાનો ઉલ્લેખ છે. કહેવાય છે કે ભગવાન શિવે ભસ્માસુર (Bhasmasur)ને એક વરદાન આપ્યું હતું જેના કારણે તેઓ પોતે પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે તેમણે ગુફામાં છુપાવું પડ્યું હતું. ચાલો જાણીએ કે તે વાર્તા શું છે.

દંતકથા અનુસાર

શાસ્ત્રોમાં લખાયેલી દંતકથા મુજબ એક સમયે ભગવાન શિવ ભસ્માસુરની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપે છે કે જે માણસના માથા પર તે હાથ મૂકશે તે ભસ્મ થઈ જશે. આ આશીર્વાદ મળ્યા બાદ ભસ્માસુરના આતંકથી ઋષિ મુનિઓમાં હાહાકાર મચી ગયો હતો, તમામ દેવી-દેવતાઓને વિચારવા લાગ્યા કે ભસ્માસુરને કેવી રીતે મારી શકાય.

આ દરમિયાન નારદમુનિ ભસ્માસુરને કહે છે કે તમે એટલા મજબૂત છો કે તમારી પાસે માતા પાર્વતી જેવી સુંદર સ્ત્રી હોવી જોઈએ. નારદમુનિની વાત સાંભળીને ભસ્માસુર માતા પાર્વતીને મેળવાવા ભગવાન શિવને ભસ્મ કરવા માટે તેમની પાછળ દોડે છે.

ભગવાન શિવ પોતાના દ્વારા આપવામાં આવેલા આશીર્વાદને કારણે ભસ્માસુરને મારી શક્તા નોહતા. તેથી ભગવાન શિવ માતા પાર્વતીનું રૂપ ધારણ કરી ભસ્માસુર સાથે નાચવા લાગ્યા. નૃત્ય દરમિયાન ભગવાન શિવે પોતાના માથા પર હાથ મૂક્યો હતો, તેવું જ ભસ્માસુરે પણ કર્યું અને પોતાના માથા પર જ હાથ મૂકીને ભસ્મ થઈ ગયો.

ત્યારબાદ ભગવાન વિષ્ણુ કામધેનુની મદદથી જે ગુફામાં ભગવાન શિવ હતા તેમાં પ્રવેશ્યા હતા. અહીંના તમામ દેવતાઓ દ્વારા ભગવાન શિવની આરાધના કરવામાં આવી તે જ સમયે ભગવાન શિવે આ સ્થળને ગુપ્તા ધામ નામ આપ્યું હતું.

આજે પણ અસ્તિત્વમાં છે આ ગુફા

બિહારના રોહતાસ જિલ્લાના ચેનારી પ્રખંડમાં ગુપ્તા ધામ મંદિરની ગુફામાં ભગવાન શિવનો મહિમા પ્રાચીન કાળથી ગાવામાં આવે છે. સુંદર ખીણોમાં આવેલી આ ગુફામાં જલાભિષેક કર્યા બાદ કૈમુર પહાડોની કુદરતી સુંદરતા ભક્તોની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *