આવી રીતે સાવરણી રાખવાથી થઈ જશો પાયમાલ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર…

વાસ્તુ

ઘરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. ઘરમાં દરેક વસ્તુ યોગ્ય સ્થિતિ (Daily Routine)માં રાખવી પણ જરૂરી છે. પરંતુ ક્યારે વસ્તુ મુકવામાં કરેલી ભૂલ ભારે પડી શકે છે.

ઘરને સ્વચ્છ રાખ્યા પછી અને બધું વ્યવસ્થિત રાખ્યા પછી તમારા ઘરમાં સમસ્યાઓ આવતી હોય અને સતત પૈસાનું નુકસાન થઈ રહ્યું હોય તો તમારે તમારા ઘરની વસ્તુઓ વાસ્તુ શાસ્ત્ર (According to Vastu Shastra) મુજબ રાખવાની જરૂર છે.

આજે અહીં સાવરણી ક્યાં મુકવી અને ક્યાં ન મુકવી તે અંગે જાણકારી આપવામાં આવી છે. જો સાવરણી અયોગ્ય જગ્યાએ રાખી દેવાય તો તે પાયમાલીનું કારણ બની જાય છે.

વાસ્તુ શાસ્ત્ર

સાવરણી વગર સફાઈ અશક્ય છે. લોકો સાવરણીનો ઉપયોગ કર્યા બાદ તેને મુકવામાં જાણ્યે અજાણ્યે ભૂલ કરી બેસે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં સાવરણી રાખવાની સાચી દિશા પશ્ચિમ માનવામાં આવે છે. આ માટે દક્ષિણ-પશ્ચિમ દિશા પણ યોગ્ય માનવામાં આવે છે. આ બંને દિશામાં ઝાડુ રાખવાથી નકારાત્મક ઊર્જા નબળી પડે છે.

1. સાવરણી છુપાવીને રાખો

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઝાડુ હંમેશા લોકોની નજર ન પડે તેવી જગ્યાએ રાખવું જોઈએ. આ ઉપરાંત સાવરણી બેડરૂમમાં ન રહે તે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

2. સ્વપ્નમાં સાવરણી જોવી

સપનામાં સાવરણી જોઈ હોય તો તમારી જાતને ભાગ્યશાળી માનો. સપનામાં સાવરણી જોવી તે શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઝાડુ સુખ સમૃદ્ધિ લાવે છે. સપનામાં સાવરણી જોવાથી ધનલાભ થઈ શકે છે.

3. ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાવરણીને ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન મૂકો. કારણ કે આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં પૈસા નથી આવતા. તેથી સાવરણીને પશ્ચિમ કે દક્ષિણ દિશામાં રાખો.

4. શનિવારે સાવરણી બદલો

સાવરણી બદલવા માંગતા હોવ તો તે શનિવારે જ બદલવી તેવી માન્યતા છે. શનિવારે જ જૂની સાવરણીને દૂર કરો અને નવી સાવરણી લો.

5. સાવરણીને પગ નીચે ન રાખો

વાસ્તુ શાસ્ત્ર સમજાવે છે કે, સાવરણી ક્યારેય પગ નીચે ન રાખવી જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે.

6. રસોડામાં સાવરણી ન રાખો

રસોડામાં સાવરણી રાખવી યોગ્ય ન હોવાનું કહેવાય છે. સૂર્યોદયે સાવરણી મારવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે. બીજી તરફ સૂર્યાસ્ત પછી ઝાડુ મારવું શુભ માનવામાં આવતું નથી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *