ગજબ કે’વાય આતો! આ ગામમાં ક્યારેય વરસાદ જ નથી પડતો, કારણ રસપ્રદ

અજબ-ગજબ

અહીં મોટાભાગે પર્યટક આવે છે અને શાનદાર નજારાની મજા લે છે.

દેશના ઘણા રાજ્યોમાં મોનસુને દસ્તક આપી દીધી છે. દુનિયાભરમાં અમુક એવી જગ્યાઓ પણ છે જ્યાં સૌથી વધારે વરસાદ થાય છે. જેવા કે મેઘાલયનું માસિનરામ ગામ, જ્યાં દુનિયામાં સૌથી વધારે વરસાદ થાય છે પરંતુ શું તમે ક્યારેય એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં ક્યારેય વરસાદ જ નથી થયો. એવું પણ નથી કે આ જગ્યા કોઈ રણ વિસ્તારમાં આવેલી છે પરંતુ આ ગામ છે.

શાનદાર નજારાની મજા લે પર્યટકો

હકીકતે આ ગામનું નામ અલ-હુતૈબ છે. જે યમનની રાજધાની સનાના પશ્ચિમમાં મનખના નિદેશાલયના હરજ ક્ષેત્રમાં આવેલી છે. અહીં મોટાભાગે પર્યટક આવે છે અને શાનદાર નજારાની મજા લે છે. આ પહાડોની ચોટી પર પણ એટલા સુંદર ઘરો બનાવવામાં આવ્યા છે તે જેને લોકો જોતા જ રહી જાય છે.

પૃથ્વીની સપાટીથી 3,200 મીટરની ઉંચાઈ પર આવેલું છે આ ગામ

અલ હુતૈબ ગામ પૃથ્વીની સપાટીથી 3,200 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ગામના ચારે બાજુ વાતાવરણ વાસ્તવમાં ખૂબ જ ગરમ છે. જોકે શિયાળામાં સવારના સમયે વાતાવરણ ખૂબ જ ઠંડુ રહે છે. પરંતુ જેવો સુરજ ઉગે છે લોકોને ગરમીનો સામનો કરવો પડે છે. ગામના લોકો અને શહેરી વિશેષતાઓની સાથે પ્રાચીન અને આધુનિક વાસ્તુકળા બન્નેને જોડતુ આ ગામ હવે અલ બોહરા યા અલ મુકરમા લોકોનું ગઢ છે. તેમને યમની સમુદાય કહેવામાં આવે છે. આ સમુદાયના લોકો મુહમ્મદ બુરહાનુદ્દીનના નેતૃત્વ વાળા ઈસ્માઈલી સંપ્રદાયથી આવે છે.

ક્યારેય વરસાદ જ નથી પડ્યો

આ ગામની સૌથી ખાસ વાત એ છે કે અહીં ક્યારેય વરસાદ જ નથી પડ્યો. તેનું કારણ એ છે કે આ ગામ વાદળોની પણ ઉપર વસેલું છે. અહીંનું દૃશ્ય એવું છે જે આ પહેલા તમે કદાચ જ ક્યાંક જોયું હશે.

Leave a Reply

Your email address will not be published.