શિવભક્તો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તે પવિત્ર શ્રાવણ મહિનો આજથી શરૂ થઈ ગયો છે. જો કે કોરોના કાળને કારણે ભક્તો થોડા સાવધાની રાખી પૂજા અર્ચના કરે તે વધુ સારૂ રહેશે. આ મહિનામાં ભગવાન શિવ શંકરની પૂજા અર્ચના કરવાથી બાબા ભોલેની કૃપા પ્રાપ્ત થતી હોય છે. શિવની પૂજામાં બીલીપત્રનું ખુબ જ મહત્વ છે. શિવ દ્વારા વિષપાન કરવાથી શિવના મસ્તક પર પાણીની ધારથી જળાભિષેક ભક્તો દ્વારા કરવામાં આવે છે. શિવે ગંગાને પોતાના મસ્તક પર ધારણ કર્યાં છે.
શિવ પુરાણમાં ભગવાન શિવના અનેક નામ ઉલ્લેખવામાં આવ્યાં છે. આ નામોના અર્થ ખૂબ જ ઊંડા અને તેમના સ્વરૂપમાંથી કઇંક શીખવા પણ મળે છે. ભગવાન શિવ ત્રિદેવોમાંથી એક દેવ છે. તેમને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે. તેમને નટરાજ, ભક્તવત્સલ, સદાશિવ અને અર્ધનારેશ્વર વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.
ભગવાનનું નટરાજ જ્યાં પ્રલયનું સ્વરૂપ છે ત્યાં જ આ રૂપ જીવનમાં ઉલ્લાસ, ઉમંગ અને કળા પ્રેમ પણ દર્શાવે છે. શિવજીનું ભક્તવત્સલ રૂપ ક્યારેય પરેશાન ન થવાનું શીખવે છે. જે સ્વરૂપમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે તે પ્રમાણે પૂજાનું ફળ પણ મળે છે. આ સ્વરૂપોમાં ભગવાન શિવની પૂજા કરવાથી શુભફળ મળે છે.
ભગવાન શિવના નામનો મહિમા
શિવને મહાદેવ કહેવામાં આવે છે અને શિવલિંગ આધ્યાત્મિક ઊર્જાનો ભંડાર હોય છે. આ માટે શિવલિંગ પૂજા દરેક કમી, કમજોરી અને વિઘ્નોનો અંત કરી દે છે. જેથી નવો વિશ્વાસ, સાહસ અને શક્તિ મળે છે. શિવ મૃત્યુંજય છે. આ સ્વરૂપની ઉપાસના કાલ, ભય અને રોગથી મુક્ત રાખે છે. ભગવાન શિવ વૈદ્યનાથના રૂપમાં પૂજનીય છે. આ માટે આ સ્વરૂપની ભક્તિ નીરોગી બનાવી દે છે.
શિવ આશુતોષાય એટલે કે ઝડપથી પ્રસન્ન થનાર દેવતા છે. આ માટે તેનું ધ્યાન કરવાથી ઈચ્છા ઝડપથી પૂર્ણ થાય છે. શિવને શર્વ પણ કહેવામાં આવે છે. એટલે કે બધા કષ્ટોને હરનાર. જે માણસનાં ખરાબ કર્મો અને દુષ્ટોનો નાશ કરે છે. આ કારણ છે કે શિવ ભક્તિ શત્રુ વિઘ્નોના અંત માટે અચૂક માનવામાં આવે છે.
ભગવાન શિવ કુબેરના સ્વામી છે. આ માટે શિવ ભક્તિ ધન કુબેર બનાવી દે છે. તે પોતા પાસે નથી રાખતા કશું પણ તેની ચપટી ભભૂતમાં પણ કુબેરનો ખજાનો છે. નીલકંઠ નામનો મહિમા વચનોમાં કટુતાથી બચાવે તથા ધૈર્ય અને સંયમની
શિવજીની પૂજા કરતી વખતે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો…
1. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે ક્યારેય કાળા કપડાં પહેરવા જોઈએ નહીં.
2. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે જે જગ્યાએથી ચઢાવેલું પાણી બહાર આવી રહ્યું હોય ત્યારે ક્યારેય તે પાણીને ઓળંગીને જવું નહીં.
3. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે તુલસીના પત્તા ન ચઢાવો. શાસ્ત્રોમાં શિવલિંગ માટે તુલસીના પત્તાને વર્જિત ગણવામાં આવ્યાં છે.
4. શિવલિંગ તથા શિવ પ્રતિમાની પૂજા કરતી વખતે ભૂલથી પણ તેમને સિંદૂર, તલ અને હળદર ચઢાવવા નહીં. શીખ આપે છે. ગંગાધર સ્વરૂપ મન મસ્તિષ્કમાં પાવન વિચારોને પ્રવાહિત કરવાની પ્રેરણા આપે છે.