ગીરના જંગલમાં 7 કિલોમીટર સુધી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવનું બે પહાડોની વચ્ચે ગુફામાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ચદ્રભાખા નદીના કિનારે કુદરતી વાતાવરણમાં અલૌકિક નજારો જોવા મળે છે. પહાડની ઉપરના વિસ્તારમાં શ્રદ્ધાળુઓ ચાલીને શ્રાવણ મહિના દરમિયાન પૂજા કરવા માટે આવે છે.
આ મંદિરમાં મેઘઋષિનો આશ્રમ આવેલો છે. આ મંદિરમાં આવેલા શિવલિંગ પર અવિરત પાણીના ટીપા પડે છે. પાણીની ટીપાથી શિવલિંગનું પ્રણામ વધતુ રહે છે. અહિયા શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પહોંચે છે. ત્યારે બીજા શ્રાવણના સોમવારે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
આ મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલ
ગીર ગઢડા તાલુકામાં ગીરના જંગલમાં આવેલ આ ટપકેશ્વર મહાદેવની લોકવાયકા પ્રમાણે આ મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલ છે. અહીં મેઘાઋષિનો આશ્રમ આવેલો અને અહીં મહાભારતના પાંડવોને જે 12 વર્ષનો વનવાસ થયેલો એ સમયે તેમને અહીં પણ થોડો સમય વિતાવેલો છે.
અદ્દભુત શિવલિંગ ઉપર પાણીના અવિરત ટીપાઓ પડ્યા કરે છે
અહીં આશ્રમની નજીકથી ચંદ્રભાખા નદી પસાર થઈ રહી છે જે આગળના ભાગમાં એક તળાવમાં સમાય છે. એક કુદરતી તળાવનું નિર્માણ થયેલ છે. અહીં લોકોની શ્રધ્ધાથી શ્રાધ્ધળુંઓ ચાલીને આ જંગલ અને ડુંગરો ખોળીને દર્શન કરવા આવે છે.
અહીંના આ અલૌકિક અને અદ્દભુત શિવલિંગ ઉપર પાણીના અવિરત ટીપાઓ પડ્યા કરે છે. જેના લીધે જ આ મહાદેવને ટપકેશ્વર મહાદેવનું નામ મળેલું છે. શિવલિંગ ઉપર અવિરત પાણીના ટીપાંથી શિવલિંગનું પ્રણામ(સાઈઝ) વધતું રહે છે. આ અભિષેક શિવલિંગ ઉપર હંમેશા અવિરત પડ્યા જ કરે છે.
કુદરતના સાનિધ્યમાં અહીંના ભગવાનનો વાસ અને ફરતે ગીરની ગરિમાથી પ્રભાવિત થઈને દૂર દૂરથી લોકો દર્શને આવે છે. સવારથી સાંજના 6.00 વાગ્યા સુધી જ અહીં પ્રવેશ આપવામાં આવે છે. શ્રાવણના સોમવારે અહીં ભોળાનાથના દર્શન કરવા માનવ મેદની ઉમટી પડે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.