આ રત્નો ધારણ કરવાથી ખુલી જશે કિસ્મત, થશે પૈસાનો વરસાદ, પણ રાખવું પડશે આટલું ધ્યાન…

ધાર્મિક

રત્ન શાસ્ત્ર અનુસાર 4 રત્ન એવા હોય છે જેને પહેરવાથી જબરદસ્ત ધન લાભ થાય છે. પરંતુ આ રત્નોને અન્ય રત્નો સાથે પહેરવા પહેલા નિષ્ણાંતોની જરૂર સલાહ લો.

રત્નો આપણા જીવન પર ખૂબ પ્રભાવ પાડે છે. જીવનના તમામ પાસાઓ અને તેની સાથે જોડાયેલી સમસ્યાઓને લઈને રત્ન શાસ્ત્રમાં રત્ન પહેરવા માટે કહેવામાં આવ્યું છે. પછી તે પૈસા અથવા કરિયરની વાત હોય કે સંબંધોની. રત્ન શાસ્ત્રમાં અમુક રત્નો એવા પણ હોય છે જે ખૂબ પ્રભાવી હોય છે. આ રત્ન પહેરવાથી વ્યક્તિ માલામાલ થઈ જાય છે. અને તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. જોકે આ રત્નોને ધારણ કર્યા પહેલા તમારી કુંડલી બતાવીને નિષ્ણાંતોની સલાહ જરૂર લેવી જોઈએ.

માલામાલ કરી દે છે આ રત્નો

નીલમ રત્ન

નીલમ રત્ન સૌથી પ્રભાવી રત્નોમાંથી એક છે. જે જાતોની કુંડલીમાં નીલમ રત્ન શુભ હોય છે. તેમને આ રત્ન પહેરવા બાદ જ તરત ફરક જોવા મળે છે. પરંતુ યાદ રાખો કે જ્યારે નીલમ પહેરો તો તેની સાથે માણિક્ય, મૂંગા અને પુખરાજ રત્ન ન પહેરવો જોઈએ. રત્નોનું આ કોમ્બિનેશન નુકસાનકારક હોઈ શકે છે.

પન્ના રત્ન

પન્ના રત્ન સંકટોથી બચાવવામાં ખૂબ પ્રભાવી છે. સાથે જ કરિયરમાં પ્રમોશન અને ધન-લાભમાં પણ ઉપયોગી છે. આ રત્નને પહેરવાથી વ્યક્તિના આત્મવિશ્વાસ અને બુદ્ધિમત્તા વધી જાય છે. તેની પર્સનાલિટી આકર્ષક થઈ જાય છે. પરંતુ તેની સાથે જ મોતી, મૂંગા અને પુખરાજ ન પહેરવો જોઈએ.

ટાઈગર રત્ન

આ રત્ન નીલમની જેમ જ ખૂબ જ જલ્દી અરસ બતાવે છે. આ રત્ન પહેરવાથી પૈસાની તંગી દૂર થાય છે અને ટૂંક સમયમાં જ ધન લાભ થવાનું શરૂ થઈ જાય છે. તે ઉપરાંત જીવનની તમામ મુશ્કેલીઓ પણ દુર થઈ જાય છે. આ રત્ન કરિયરમાં ગ્રોથમાં લાભ આપે છે.

જેડ સ્ટોન

જેડ સ્ટોન ધન લાભ કરવાની સાથે-સાથે એકાગ્રતા પણ વધારે છે. જોબ અને બિઝનેસમાં ગ્રોથ માચે લીલા રંગના જેડ સ્ટોન ખૂબ જ લાભકારક હોય છે. આ પદોન્નતિ-સન્માન અને પૈસા બધુ જ અપાવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *