ધનલાભ નથી થઇ રહ્યો તો અજમાવો આ ટિપ્સ, જીવનની બધી જ મુશ્કેલીઓ થશે દૂર…

વાસ્તુ

– વાસ્તુ અનુસાર કેટલાક ઉપાય અજમાવવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થઇ જાય છે

વાસ્તુ પોતે એક સંપૂર્ણ જ્ઞાન છે. માનવામાં આવે છે કે જે લોકો વાસ્તુમાં વિશ્વાસ રાખે છે તેઓ તેનું મહત્ત્વ જાણે છે. આપણું જીવન નાની-મોટી ઘટનાઓથી ભર્યુ રહે છે. આપણું સામાજિક સ્તર, આપણું ઘર-પરિવાર, બધુ જ ક્યાંકને ક્યાંક વાસ્તુ સાથે સંકળાયેલુ હોય છે.. વાસ્તુના કેટલાક ઉપાય પણ છે જેને અજમાવીને તમે જીવનમાં જેટલી મુશ્કેલીઓ આવી રહી છે તેનાથી રાહત મેળવી શકો છો. જાણો, આ ઉપાયો વિશે…

– પોતાના ઘરના ઇશાન ખૂણા એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં 7ની સંખ્યામાં સફેદ અથવા તો પીળા રંગના ક્રિસ્ટલ રાખો. તેનાથી ઘરમાં પૉઝિટિવ એનર્જી એટલે કે સકારાત્મક ઊર્જા વધશે અને ધન લાભ વધશે.

– જો તમે પોતાના ગ્રહોને અનુકૂળ બનાવવા ઇચ્છો છો તો બૃહસ્પતિનો શુભ પ્રભાવ લાવવા ઇચ્છો છો તો ઘરના પોતામાં એક ચપટી હળદર મિક્સ કરો તેનાથી ઘરમાં બૃહસ્પતિનો ઉચ્ચ પ્રભાવ રહેશે.

– ઘરે નકારાત્મક ઊર્જા વધી રહી છે અને તમને એવું લાગી રહ્યું છે કે ઘરમાં પ્રગતિનું વાતાવરણ ઓછું છે તો ઘરમાં પ્લાસ્ટિક એટલે કે નકલી છોડ હટાવી દો. તેનાથી મુશ્કેલીઓ વધે છે.

– ગુરુવારના દિવસે ઘરની ઉત્તર દિશામાં ગુલાબી કમળ રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. ગુલાબી ફૂલ રાખતા પહેલાં માતા લક્ષ્મીનું ધ્યાન કરો.

– જો તમે મદદ ઇચ્છો છો અને તમને એવું લાગી રહ્યુ છે કે ધનલાભના તમામ રસ્તા બંધ થઇ રહ્યા છે તો પોતાના ઘરના ઉત્તર-પશ્ચિમ દિશામાં ધનના કાગળ એટલે કે કોઇ લોન સંબંધિત કાગળ રાખો. તેમાં ખૂબ જ ઝડપથી તમને ગતિનો અનુભવ થશે.

– પોતાના શયન ખંડ એટલે કે બેડરૂમમાં પાણી રાખવું વર્જિત છે. કોઇ પણ મોટા જળાશય અથવા તો ફિશ એક્વેરિયમ અથવા વૉટર ટેન્ક રાખવાથી તે વ્યક્તિના જીવનમાં ઋણ વધી જાય છે અને તે હંમેશા ઉધારમાં ફંસાઇ રહે છે.

– પોતાના ઘરની તિજોરીમાં ક્યારેય પણ પરફ્યૂમ ન રાખશો. તેનાથી ખૂબ જ વધારે નુકશાન થાય છે.

– ઘરની દક્ષિણ દીવાલ પર મંદિર છે તો તમે જીવનમાં ખૂબ જ મોટા સંઘર્ષનો અનુભવ કરશો. એવામાં ક્યારેક-ક્યારેક વ્યક્તિ દેવાદાર પણ થઇ જાય છે. મંદિરને હંમેશા ઇશાન ખૂણામાં જ સ્થાપિત કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *