ચપટી મીઠાનો ઉપાય ઘરમાં ધન સમૃદ્ધિ અને ખુશીઓ લાવશે, કરોડપતિ બનતા તમને કોઈ નહિ રોકી શકે.

ધાર્મિક

મીઠાનાં ઉપાયથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તો આજે આપણે જાણીએ તેના વિવિધ પ્રકારનાં ઉપાયો.

મીઠાનો ઉપયોગ જે રીતે આહારને સ્વાદિષ્ટ બનાવે છે તે જ રીતે મીઠું આપના જીવનને પણ મઝેદાર બનાવી શકે છે. આવું વાસ્તુ વિજ્ઞાનનો મત છે. વાસ્તુ વિજ્ઞાન પ્રમાણે, મીંઠામાં ગજબની શક્તિ હોય છે. જેનાથી તમારા ઘરમાં સકારત્મક ઉર્જાથી ભરી દે છે તેની સાથે ઘરમાં સુખ, શાંતિ સમુદ્ઘિ પણ વધારવાનું કામ કરે છે. મીઠાનાં ઉપાયથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તો આજે આપણે જાણીએ તેના વિવિધ પ્રકારનાં ઉપાયો.

મીઠાંનો પ્રયોગ કરીને નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી શકાય છે. તેનો ઉપયોગ નજર ઉતારવા માટે પણ કરવામાં આવે છે. પરિવારનાં કોઇપણ સભ્યોને નજર લાગતા એક ચપટી મીઠું તેમના પરથી ત્રણ વાર ઉતાર્યા પછી બહાર ફેંકી અથવા પાણીમાં વહાવી દો. આવું કરવાથી નજર દોષ સમાપ્ત થઈ જાય છે.

વાસ્તુદોષને ખતમ કરવા માટે કાંચની વાડકીમાં મીઠું નાખીને શૌચલય અને સ્નાન ઘરમાં મુકો. મીઠું અને કાંચ રાહુની વાસ્તુઓ હોવાને કારણે તે નકારાત્મક પ્રભાવ સમાપ્ત કરે છે. રાહુની નેગેટિવ એનર્જી અને જીવાણુઓનો પણ સૂચક માનવામાં આવે છે. આ ઘરના સુખ, ધન અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.

કાંચના પાત્રમાં મીઠું નાખીને ઘરના કોઈપણ ખૂણામાં મુકી દો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. રાહુ, કેતુની દશા કે મનમાં ખરાબ વિચાર અને ભય ઉત્પન્ન થતા આ ઉપાય લાભકારી સિદ્ધ થાય છે.

આખા મીઠાને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને પોટલી બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવાથી ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.

વેપારમાં પ્રગતિ માટે કાર્યસ્થળના મુખ્ય દ્વાર પર અને લોકરની ઉપર પોટલી લટકાવવાથી લાભ થાય છે.

રાત પહેલા પાણીમાં ચપટી મીઠુ મિક્સ કરીને હાથ પગ ધોવાથી ચિંતાઓથી છૂટકારો મળે છે અને સારી ઉંઘ આવે છે. રાહુ અને કેતુના અમંગળ પ્રભાવ પણ નષ્ટ થાય છે.

અઠવાડિયામાં એક વાર મીઠુ મિક્સ કરેલ પાણીથી બાળકોને સ્નાન કરવાથી નજર દોષ અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ ઓછી થાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *