જો તમારા પૂજા ઘરોમાં લાકડાનું કે સંગેમરમરનું મંદિર જોયા હશે. તમારા પોતાના ઘરે પણ આવું મંદિર હશે. પણ શું આપ જાણો છો કે પૂજાઘરમાં બનાવાયેલા મંદિરોમાં ગુંબજ કે શિખર બનાવવું શાસ્ત્ર અનુસાર નિષેધ છે. જાણો ઘર મંદિર વિશેની વિશેષ વાતો….
શાસ્ત્રાનુસાર પૂજાઘરની અંદર રાખવામાં આવેલા મંદિરોમાં ગુંબજ કે શિખર ન હોવું જોઈએ. કારણકે જે મંદિરોમાં ગુંબજ કે શિખર બનાવવામાં આવે છે તે ગુંબજ કે શિખર પર કળશ કે ધજા ચડાવવી અનિવાર્ય હોય છે. આપણી વૈદિક પરંપરામાં આપણા મંદિરોના કળશ કે ધજાને ખુલ્લા આસમાન નીચે હોવા આવશ્યક છે. મંદિરના કળશ કે ધજાની ઉપર છત હોય તો શાસ્ત્રો અનુસાર નિષેદ્ધ છે.
વેદિક પરંપરા અનુસાર કળશ કે ધજાની તુલનામાં તેનાથી ઉંચું કઈં પણ ન હોવું જોઈએ. તેથી આપણા પ્રાચીન મંદિરોના પરિસર બહુ વિશાળ હતા અને મંદિર એ પરિસરની ઠીક મધ્યમાં બનાવવામાં આવતું હતું. એવું એટલા માટે છે કે વૈદિક પરંપરામાં જ્યાં સુધી મંદિરની કળશ કે ધજાના દર્શન થતાં રહે એટલું ક્ષેત્ર ધર્મક્ષેત્રની અંતર્ગત આવે છે.
એવી માન્યતા છે કે આ ક્ષેત્રમાં પરમાત્માનો પ્રભાવ અધિક સક્રિય રૂપે ઉપસ્થિત થાય છે. સનાતન ધર્મ અનુસાર જો કોઈ મંદિરના કેવળ ધજાનું દર્શન કરી પ્રણામ કરી લેવામાં આવે તો મંદિર જવા જેટલા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આથી જો ઘરોમાં પૂજાઘર બનાવવામાં આવે તો મંદિરો કે ગુંબજ, શિખર કે કળશકે ધજા લગાવવા માટે નિષેધ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.