ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 6 વસ્તુઓ ઘરનાં મંદિરમાં રાખશો તો પૂજા ઝડપથી સફળ થઈ શકે છે.
મોરના પીંછા વિના શ્રીકૃષ્ણનો શૃંગાર અધૂરો રહે છે
વાંસળી
ભગવાન શ્રીકૃષ્ણની સૌથી પ્રિય વસ્તુઓમાંની એક વાંસળી છે. વાસ્તુ મુજબ, ઘરમાં વાંસળી રાખવી શુભ માનવામાં આવે છે. જો તમે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર સાથે વાંસળી રાખશો તો ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. નંદ બાબાએ શ્રીકૃષ્ણને વાંસળી આપી હતી અને શ્રીકૃષ્ણ તેને હંમેશાં પોતાની પાસે રાખતાં હતાં.
ગાયની મૂર્તિ
ગાય સાથે ભગવાન શ્રીકૃષ્ણનો સંબંધ ગાઢ છે. શ્રીકૃષ્ણે બાળપણમાં ગાયોને ચરાવી હતી. આ વાતથી જ સ્પષ્ટ થાય છે કે, ગાય ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. ગાયને ખવડાવવી, ગાયનું દાન કરવું અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે ગાયની મૂર્તિ રાખવી બહુ શુભ માનવામાં આવે છે.
કમળ નું ફૂલ
કાદવ કમળમાં ખીલે છે અને તેના દ્વારા પોષાય છે. તેથી કમળને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. તેની સુંદરતા અને સુગંધ દરેકને મોહિત કરે છે. સાથે જ કમળ સંદેશ આપે છે કે આપણે કેવું જીવન જીવવું છે. લૌકિક અને આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવવું તેની સરળ રીત પણ કમળને જોઈને મળી શકે છે.
તુલસીની માળા
ઘરમાં તુલસીનો છોડ રોપવો એ અનિવાર્ય પરંપરા છે. ભગવાન શ્રીકૃષ્ણને તુલસી વિના ભોગ અર્પણ કરી શકાતો નથી. બાળ ગોપાલની મૂર્તિ સાથે તુલસીની માળા ચોક્કસ રાખવી જોઇએ.
મોરનું પીંછું
શ્રીકૃષ્ણને રાધાએ મોરનું પીંછું આપ્યું હતું. ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણ તેને હંમેશાં પોતાની પાસે રાખતાં હતાં. મોરના પીંછા વિના શ્રીકૃષ્ણનો શૃંગાર અધૂરો રહે છે. તેથી, કૃષ્ણ મૂર્તિ સાથે મોરના પીંછા અવશ્ય રાખો.
માખણ – મિશરી
ઘરનાં મંદિરમાં દરરોજ સવાર-સાંજ ભોગ લગાવવો જોઇએ. શ્રીકૃષ્ણને માખણ-મિશરી અર્પણ કરો, કારણ કે તે ભગવાનનો સૌથી પ્રિય ભોગ છે. તેના વિના કૃષ્ણ પૂજા પૂર્ણ નથી થતી.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.