ભારત પરંપરાઓનો દેશ છે. દેશમાં એવી ઘણી વાતો છે, જેનો અર્થ અને પ્રારંભિક કારણો અંગે લોકોને વિશેષ માહિતી હોતી નથી. તમે વિચાર્યુ હશે કે કોઈ ક્યારેક નદીની પાસે ગયુ હશે તો ઘણા લોકો તેમાં સિક્કા નાખતા જોયા હશે. લોકો તેના કારણને જાણતા નથી.
નદીમાં સિક્કા નાખવા પાછળનું ખાસ કારણ
આજે અમે તમને જણાવીશું કે નદીમાં સિક્કા નાખવાનું પૌરાણિક કારણ શું છે. ખરેખર, ઘણા લોકોને લાગે છે કે આવુ કરવાથી ગુડલક હોય છે. આ રિવાજ પાછળ એક કારણ છુપાયેલુ છે.
ખરેખર, જે સમયે નદીમાં સિક્કા નાખવા પાછળની પ્રથા શરૂ થઇ હતી તે સમયે તાંબાના સિક્કા ચાલતા હતા. તાંબાનુ પાણી પ્યુરિફિકેશન કરવામાં કામ આવે છે. તેથી લોકો જ્યારે પણ નદી અથવા તળાવની આજુબાજુમાંથી પસાર થાય છે તો તેમાં તાંબાના સિક્કા નાખતા હોય છે.
જ્યોતિષમાં કહેવામાં આવી છે આ વાત
જ્યોતિષમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે લોકોએ જો કોઈ પણ પ્રકારનો દોષ દૂર કરવો હોય તો તેના માટે જળમાં સિક્કા અને અમુક પૂજાની સામગ્રીને પ્રવાહિત કરવી જોઈએ. આ સાથે જ્યોતિષમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે જો વહેતા પાણીમાં ચાંદીનો સિક્કો નાખવામાં આવે તો તેનાથી દોષ સમાપ્ત થાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.