આજે અમે એવા ચમત્કારી મંદિર ની વાત કરી રહ્યા છીએ જ્યાં ખેતલાઆપા આપે છે લાઈવ દર્શન.
તમે ઘણા ચમત્કારો જોયા હશે પણ આ ચમત્કાર તમારી આંખે દેખ્યો ચમત્કાર કહી શકાય અહીં તમને માનવામાં નહીં આવે એવો ચમત્કાર કરી રહ્યા છીએ.
જ્યાં હાલમા જીવતા નાગદેવતા હરતા ફરતા દેખાય તેવૂ એક માત્ર મંદિર તે કડૂકા એક નહિ અનેક નાગ હાલમા જોવા મળેછે પણ તે પહેલાં ગામ વિશે જસદણ તાલુકાના કડૂકા ગામનૂ વર્ણન કરવામાં આવેતો આ ગામની ચારે દિશાઓમા પવિત્ર તિર્થધામો આવેલા છે.
ખેતલાઆપા નું મંદિર કડુકા ગામે આવેલું છે જે ખેતલાઆપા આપણને લાઈવ દર્શન આપે છે દર્શન આવતા બધા જ ભક્તો ત્યાં ખૂબ જ સંભાળીને ને ચાલે છે કારણકે ત્યાં મંદિર ની જગ્યા માં આજુ બાજુ ખેતલાંબાપા ત્યાં ફરતા જોવા મળે છે એટલે ભૂલથી પણ પગ ન આવી જાય તે માટે ત્યાં બધા ધ્યાન રાખી ને ચાલે છે.
ખેતલાંબાપા ત્યાં ફરતા જોવા મળે છે પરંતુ તેના થી ડરવાની જરૂર નથી કારણ કે અહીં રહેલા સાપ કોઈને આજ સુધી કરડ્યો નથી.
આ મંદિરમાં એક બે નહીં પરંતુ ઘણા બધા સાપ જોવા મળે છે અહીં રહેલ સાપ તમે હાથ માં લઇ શકો છો પણ શરત એ કે તમારામાં હિંમત હોવી જોઈએ અને સાંભળી ને પકડવા પડે છે .
આ મંદિરમાં ઘણા બધા લોકો બાધા રાખતા હોય છે જેમાં ખાસ કરીને સાકરથી જોખવાની બધા લોકો રાખે છે અહીં ઘણા બધા લોકો દર્શન કરવા આવતા હોય છે તમે પણ અહીં ખેતલાઆપા ના દર્શન કરવા જઈ શકો છો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.