60 વર્ષ બાદ યોજાશે ‘અતિ દુર્લભ સર્વાર્થસિદ્ધિ યોગ’, દિવાળી પહેલા કરી લો આ ખરીદી, થઇ જશો માલામાલ

ધાર્મિક

દિવાળીમાં ખરીદી કરવાની પરંપરા જૂની છે. ધનતેરસમાં ખરીદી કરવાનું વિચારી રહ્યાં હોવ તો 60 વર્ષ પછી આ દુર્લભ સંયોગ બની રહ્યો છે.

60 વર્ષ બાદ દુર્લભ સંયોગ

દિવાળીની ખરીદી માટે બજારો ઘણા દિવસો અગાઉથી તૈયાર થઈ જાય છે, જેથી લોકો તેમની પસંદગીની ઘણી વસ્તુઓ ખરીદી શકે પરંતુ આ વર્ષે લોકોને દિવાળી પહેલા આ તક મળવાની છે. 60 વર્ષ બાદ શનિ – ગુરુના સંયોગમાં ગુરુ પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે, જે ખૂબ જ શુભ છે.

28 ઓક્ટોબરે બેહદ શુભ સંયોગ

28 ઓક્ટોબર, મકર રાશિમાં શનિ – ગુરુના જોડાણને કારણે પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે. આ સિવાય, સર્વાર્થસિદ્ધિ યોગ પણ તે જ દિવસે સવારે 6:33 થી 9:42 સુધી રહેશે.

ખરીદી કરવાથી થશે લાભ

જ્યોતિષના જણાવ્યા અનુસાર ગુરુ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી ખાસ હોય છે.  તે દિવસે મકર રાશિમાં શનિ-ગુરુની યુતિ દરમિયાન ગુરુ પુષ્ય નક્ષત્ર હોવાથી શુભ ફળ મળશે.

આ ચીજો ખરીદવી શુભ

આ શુભ સંયોગમાં ઘર – સંપત્તિ, સોનુ – ચાંદી, ગાડી, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ફર્નીચર વગેરે ખરીદી શકો છો. તે સિવાય ચોપડા પુજન માટે પણ આ શુભ દિવસ છે.

ઇનવેસ્ટ કરવું પણ લાભદાયી

ખરીદી સિવાય ઇનવેસ્ટમેન્ટ માટે પણ આ સર્વશ્રેષ્ઠ દિવસ સાબિત થશે. શૅરમાર્કેટમાં લોખંડ, ઓઇલ કંપની, સિમેન્ટ વેગેર કંપનીઓ તમને લાભ કરાવશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.