આમ તો કહેવામાં આવે છે કે દાન આપવું ખૂબ જ સારી વાત છે. પરંતુ કેટલીક ચીજોનું દાન કરતી વેળાએ ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુના જણાવ્યા મુજબ આવી ઘણી વસ્તુઓ છે જે ઉધાર લેવાથી અને દેવાથી બચવું જોઈએ. એ જ રીતે સૂર્યાસ્ત પછી કેટલીક ચીજોનું દાન કરવાનું ટાળવું જોઈએ.
ભલે લોકો માગે તેમ છતાં પણ અમુક વસ્તુઓનું દાન કરવું અને ઉપયોગ ન કરવો જોઇએ. એવું માનવામાં આવે છે કે બીજાની વસ્તુઓનો ઉપયોગ કરવાથી તેની શક્તિ તમારી સુધી પહોંચી જાય છે. તેથી દાન આપવું અને કેટલીક વસ્તુઓ માંગવાનું ટાળવું જોઈએ.
હળદર આપવાનું ટાળો
બને ત્યાં સુધી સૂર્યાસ્ત પછી સાંજે હળદર આપવાનું ટાળવું જોઈએ. તેનાથી સંપત્તિમાં ઘટાડો થાય એવું કહેવામાં આવે છે.
ઉધાર ન આપો
એવું માનવામાં આવે છે કે કોઈને સૂર્યાસ્ત પછી પૈસા ઉધાર આપવા જોઈએ નહીં. એવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા નથી રહેતી અને ગરીબી આવી જાય છે. તેથી સૂર્યાસ્ત દરમિયાન દાન કરવાનું ટાળવું જોઈએ.
બીજાની ઘડિયાળ ન પહેરો
ઘણીવાર આપણે અન્ય લોકોની ચીજો પહેરીએ છીએ. ઘડિયાળ પણ એમાંની એક વસ્તુ છે. બીજા વ્યક્તિએ આપેલી ઘડિયાળ ન પહેરવી જોઈએ. કારણ કે ઘડિયાળ વ્યક્તિના સારા અને ખરાબ સમય સાથે સીધું કનેક્શન ધરાવે છે.
મીઠું ન આપો
કોઈને સૂર્યાસ્ત પછી મીઠું આપવાનું ટાળવું જોઈએ. આ વાત ખાસ ધ્યાન રાખવી કે કોઈને પણ મીઠું ન આપવું. એવું માનવામાં આવે છે કે સાંજે મીઠું આપવાથી સંપત્તિ ઓછી થાય છે.
વાસી ભોજન ન આપો
ભૂખ્યા વ્યક્તિને ખોરાક આપવો એ ખૂબ સારું માનવામાં આવે છે. પરંતુ એવા ભોજનનું જ દાન આપવું જોઈએ જે સારું છે. કેટલાક લોકો ભૂખ્યા લોકોને સેવા તરીકે વાસી ખોરાક આપે છે. આવું દાન પાપ સમાન છે જેથી ટાળવું જોઈએ
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.