કર્ક અને કુંભ રાશિના લોકોને માટે સોમવારનો વિશેષ રાજયોગ બની રહ્યો છે. તો જાણો આ બંને રાશિના લોકોને કેવી રીતે ભાગ્ય સાથ આપશે.
પંચાગ અનુસાર આજે કૃષ્ણ પક્ષની તૃતિયા છે અને સાથે કર્ક અને કુંભ રાશિના લોકો માટે 2 વિશેષ સંયોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. તો જાણો કયા યોગ કેવું પરિણામ આપશે.
બુધાદિત્ય યોગ
જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને શુભ યોગમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ યોગનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને બુધની યુતિ બને છે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. જે વ્યક્તિની કુંડળીમાં રાજયોગ બને છે તેના જીવનમાં વિશેષ સફળતા મળે છે. આ વ્યક્તિની પાસે માન સમ્માન અને ધન દોલતની પણ ખામી રહેતી નથી. આ વ્યક્તિને સદાય શુભ કાર્ય કરવા માટે અને ખોટા વિચારોથી દૂર રહેવાનું કહેવાય છે. તો જ આ શુભ યોગનું પૂર્ણ ફળ મળી શકે છે.
ગજકેસરી યોગ
આ યોગને વિશે જ્યોતિષમાં કહેવાયું છે કે જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ હોય છે તેનામાં હાથી અને સિંહની જેવી શક્તિ હોય છે. આ વ્યક્તિઓ જીવનમાં વધારે સફળતા મેળવી શકે છે. એવા લોકો ભયભીત થયા વિના લક્ષ્યોને પાર કરે છે. ગજકેસરીનો અર્થ થાય છે જેમાં અહંકાર રહિત ગજ એટલે કે હાથીના જેવું બળ છે. કેસરીનો અર્થ થાય છે સ્વર્ણ. આ યોગ જીવનમાં અપાર સફળતા અપાવે છે.
કર્ક રાશિમાં બની રહ્યો છે બુધાદિત્ય યોગ
આજે કર્ક રાશિમાં સૂર્ય અને બુધ ગ્રહની યુતિ બની છે. આ કારણે કર્ક રાશિમાં બુધાદિત્ય યોગ બની રહ્યો છે. કર્ક રાશિના લોકોને માટે આજે ખાસ દિવસ છે. ધનલાભની સ્થિતિ બની છે. જો કોઈ રોગથી પરેશાન છે તો તેને જલ્દી રાહત મળી શકે છે. તમે અન્યને પ્રભાવિત કરવામાં પણ સફળ રહી શકો છો.
કુંભ રાશિમાં બની રહ્યો છે ગજકેસરી યોગ
કુંભ રાશિમાં ગુરુ વિરાજમાન છે. પણ હાલમાં ગુરુ વક્રી છે. ચંદ્રમાના કારણે તમારી રાશિમાં ગજકેસરી યોગ બની રહ્યો છે. આજે તમે દરેક ક્ષેત્રથી લાભ પ્રાપ્ત કરો તેવી સ્થિતિ બની રહી છે. આ કારણે તેનું મહત્વ વધી જાય છે. ભગવાન શિવની પૂજા કરો અને સાથે કષ્ટ અને પરેશાનીને દૂર કરવામાં પણ મદદ મળી શકે છે.