શ્રીફળના નામમાં તેનો અર્થ પણ છુપાયેલો છે. શ્રી એટલે ભગવાન, અને શ્રીફળ એટલે ભગવાનનું ફળ. એટલાં જ માટે દરેક શુભ કામની શરૂઆત પુજા-અર્ચના વખતે શ્રીફળની જરૂર પડતી હોય છે. ભારતમાં દેવી દેવતાઓની મૂર્તિ સામે નારિયેળ ફોડવાનો ખૂબ જૂનો રિવાજ છે. હિંદુ ધર્મના મોટાભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. કોઇપણ વ્યક્તિ જ્યારે પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે તો તે મૂર્તિ સામે નારિયેળ ફોડે છે. ભલે તે લગ્ન હોય, તહેવાર હોય કે પછી કોઇ મહત્વપૂર્ણ પૂજા.ત્યારે જાણો હિન્દુ ધર્મમાં નારિયેળનું શું મહત્વ છે.
શ્રીફળ બારેમાસ થતું ભગવાનનું પ્રિય ફળ છે. નારિયેળ ફોડવાનો અર્થ છે કે તમે તમારા અહંકાર અને સ્વયંને ભગવાન સમક્ષ સમર્પિત કરી રહ્યાં છો. માનવામાં આવે છે કે આમ કરવાથી અજ્ઞાનતા અને અહંકારનું કઠોર કવચ તૂટી જાય છે એવી માન્યતા છે કે શ્રીફળ ચડાવવાથી આત્માની શુદ્ધતા અને જ્ઞાનનો ભંડાર ખુલે છે.જેના ફળ સ્વરૂપે નારિયેળનો સફેદ ભાગ જોવા મળે છે.
શ્રીફળ વગર કેમ અધૂરી ગણાય છે કોઈપણ પૂજા?
એક સમય હતો જ્યારે હિન્દુ ધર્મમાં દેવી-દેવતાના પશુની બલી ચડાવવી સામાન્ય માનવામાં આવતું હતું પરતું આદિ શંકરાચાર્યએ પશુના બદલે શ્રીફળ વધેરવાની પ્રથા શરૂ કરી.નારિયેળને મનુષ્યની મસ્તિકા સાથે સરખાવવામાં આવે છે.નારિયેળના છોતરાને મનુષ્યના વાળ સાથે તો કઠોર કવચની તુલા માણની ખોપડી સાથે અને નારિયેળના પાણીની તુલના માણસના લોહી સાથે કરવામાં આવે છે.
શુભ હોય કે અશુભ નારિયેળ વગર કામ ન થાય:
એવું માનવમાં આવે છે કે કોઈની ખરાબી નજર લાગી હોય તો નારિયેળની મદદથી તેને ઉતારવામાં આવે છે.નજર ઉતારવા નારિયળ પર વ્યક્તિની લંબાઈ જેટલો લાલ દોરો વિંટવામાં આવે છે.જેને વ્યક્તિ પરથી ઝડપથી સાત વખત ઉતારી શ્રીફળને નદીમાં અર્પણ કરવામાં આવે છે જેથી વ્યક્તિને લાગેલી નજર ઉતરી જાય છે.આવા કિસ્સા મોટા ભાગે બાળકોની નજર ઉતરાવા માં જોવા મળતા હોય છે.
હંમેશાં પુરુષ જ કેમ ફોડે છે નારિયેળ, સ્ત્રી કેમ નહીં?
આપણે ત્યાં મોટા ભાગે પૂજા પાઠ કે દર્શન માટે મંદિરે જાવ ત્યારે પુરુષો જ નારિયેળ ફોડતા હોય છે.જેની પાછળ પણ એક માન્યતા રહેલી હોય છે.જેમાં એવું માનવામાં આવે છે કે નારિયેળ બીજ રૂપી ફળ છે.અને સ્ત્રીઓ પણ બીજ રૂપથી જ બાળકને જન્મ આપતી હોય છે.જેથી મોટા ભાગે પુરુષો જ નારિયેળ ફોડે છે.
નારિયેળમાં ત્રિદેવનો વાસ છે:
માન્યતા મુજબ જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતર્યા ત્યારે નારિયેળ, લક્ષ્મી અને કામધેનુને સાથે લાવ્યા હતા.જેથી જાણકોરોનું કહેવું છે નારિયેળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે.નારિયેળ શિવજીનું પ્રિય ફળ છે.જેથી નારિયેળનું દાન કરવાથી ધન સંબંધી ઘણી સમસ્યાઓ દૂર થતી હોય છે.એવું પણ માનવામાં આવે છે જે ઘરમાં શ્રીફળની પૂજા થતી હોય તેના સભ્યો પર તાંત્રીક વિધિનો પ્રભાવ નથી પડતો.
શ્રીફળથી સિંચાઈ છે પૈડું:
લગ્ન બાદ જાન પરત ઘરે ફરે ત્યારે વર-કન્યા વાહનમાં બેસી જા. ત્યારે વાહનના પૈડાને શ્રીફળ વધેરી કંકુ ચાંદલો કર્યા બાદ થોડું પાણી સિંચવામાં આવે છે.જેનાથી ખરાબ નજર ન લાગે તેવી માન્ય તા છે.તેવી જ રીતે કોઈ પણ નવું વાહન ખરીદવામાં આવે ત્યારે પણ શ્રીફળ વધેરી શરૂઆત કરવામાં આવે છે.આમ શ્રીફળ હિન્દુ સંસ્કૃતિમા આસ્થાનું પ્રતિક છે.