જાણી લો અંબાજી મંદિર સાથે જોડાયેલ રહસ્ય, જાણીને બોલી ઉઠશો – સાચેજ છે મા અંબેની કૃપા !!

ધાર્મિક

નમસ્તે મિત્રો, આપણા દેશમાં ઘણા મંદિરો છે અને તેમાં ઘણા મંદિરોના ખાસ રહસ્યો છે, જે વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી, અને ઘણા મંદિરો ચમત્કારી પણ છે, જેની મહિમા જાણીને લાખો લોકો દર્શન કરવા આવતા હોય છે અને આજે અમે એવાજ મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ભારતના ગુજરાત શહેરમાં આવેલું છે, તે શહેરનું નામ અંબાજી છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલું આ અંબાજી મંદિર ખૂબ પ્રખ્યાત છે. અહી લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. આ મંદિર આખું સોનાના વલણથી સજાવવામાં આવ્યું છે, અને આજે અમે આ મંદિર વિશેના ખાસ રહસ્યો વિશે જણાવવાના છીએ જે તમે ભાગ્યે જ જાણતા હશો, તો ચાલો જાણીએ આ મંદિરના આ રહસ્ય….

અંબાજી મંદિરમાં દેવીની કોઇ પ્રતિમા કે કોઈ છબી નથી, ત્યાં એક યંત્ર છે જેને શ્રી વિશા યંત્ર કહેવામાં આવે છે અને આ યંત્ર ને નગ્ન આખે નથી જોઈ શકાતું, આની પૂજા પણ બંધ આંખે કરવામાં આવે છે.

અંબાજી મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે અને ગુજરાત માં મુખ્ય દેવી તરીકે આ મંદિર છે, જેની શૈલી જોવા લાખો લોકો આવે છે.

એવું કહેવામાં આવે છે કે માતા પાર્વતીના 52 ટુકડા થયા હતા તેમાં મુખ્ય હૃદય જે અંબાજી ગબ્બર પર પડ્યું હતું, તે માટે આ મંદિર ખાસ માનવામાં આવે છે અને આ મંદિર ખુબ ચમત્કારી પણ છે.

Leave a Reply

Your email address will not be published.