અહીંનું ગણેશજી નું મંદિર ગણાય છે ચમત્કારી, બધા ની મનોકામના કરે છે પૂરી, દૂર દૂર થી આવે છે ભક્તો આશીર્વાદ લેવા…

ધાર્મિક

મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલું ખજરાના ગણેશ મંદિરની કહાની ચમત્કારિક છે. દૂર દૂર સુધી ભક્તોમાં આ મંદિરની આસ્થા જોવા મળે છે. ભક્તોની આસ્થાનું આ પાવન સ્થાન અવાર નવાર ભગવાનના ચમત્કાર ગણાવે છે. સંતાનની કામના, ધનની ઈચ્છા, નોકરીની જરૂરિયાતથી લઈને અનેક વરદાન મેળવવા માટે આ મંદિર જાણીતું છે. આ ચમત્કારિક મંદિર વિશે કહેવાય છે કે આ મંદિરમાં સ્વયંભૂ ગણપતિ ભક્તોની મનોકામના પૂરી કરે છે. ભક્તો અહીં આવીને ઊંધો સાથિયો બનાવે છે અને તેમનું કામ થઈ જાય છે.

જાણો શું છે ઊંધા સાથિયાનો ચમત્કાર

ખજરાના મંદિરમાં ભગવાન ગણેશજીના મંદિરની પાછળ દિવાલ એટલે કે ગણેશજીની પીઠ પર લોકો ઊંધો સાથિયો બનાવે છે અને સાથે જ તેમની ઈચ્છા પૂરી થાય એટલે ફરીથી અહીં આવે છે અને સીધો સાથિયો બનાવે છે. કહેવાય છે કે અહીં વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે. આ મંદિરમાં ઊંધો સાથિયો બનાવવાથી દરેક મનોકામના પૂરી થાય છે તેવી માન્યતા છે. એક અન્ય માન્યતા એવી પણ છે કે 3 પરિક્રમા કરવાથી અને દોરો બાંધવાથી પણ ઈચ્છા પૂરી થાય છે

મંદિરનો ઈતિહાસ

ખજરાના ગણેશ મંદિરનું નિર્માણ 1735માં તત્કાલિન હોલ્કર વંશની શાસક અહિલ્યાબાઈ હોલ્કરે કર્યું હતું. કહેવાય છે કે ખજરાના ગણેશ મંદિરના નિર્માણ માટે ગણેશ ભગવાને એક પંડિતને સ્વપ્ન આપ્યું હતું. એમાં તેને દેખાયું કે ભગવાન ગણેશની મૂર્તિ જમીનમાં દબાઈ ગઈ છે અને તેને ત્યાંથી કાઢો. આ સપના વિશે પંડિતે અન્ય લોકોને જણાવ્યું, રાણી અહિલ્યા બાઈએ સ્વપ્ન અનુસાર જગ્યા ખોદાવી અને તેમાંથી એવી ગણેશ પ્રતિમા મળી કે તેનું મંદિર નિર્માણ કરાયું.

દેશના ધનિક મંદિરોમાંનું એક ગણાય છે આ મંદિર

ગણપતિનું આ મંદિર દેશના સૌથી ધની ગણેશ મંદિરોમાંનું એક ગણાય છએ. શ્રદ્ધાળુઓ મનોકામના પૂરી થયા બાદ અહીં આવે છે અને દિલ ખોલીને દાન કરે છે. રોજ અહીં વિધિ વિધાન સાથે પૂજા કરાય છે પણ બુધવારે અહીં ખાસ રીતે લાડુના પ્રસાદ સાથે પૂજા થાય છે. અહીં વિશેષ પૂજા અને આરતી પણ કરાય છે.

Leave a Reply

Your email address will not be published.