એક રાત માટે અહીંયા કિન્નર કરે છે લગ્ન અને પછી થઇ જાય છે વિધવા

ખબરે

કિન્નરો માટે તમે સાંભળ્યું હશે કે એ લોકો પૂરી રીતે પુરુષ કે સ્ત્રી હોતા નથી એટલા માટે અવિવાહિત રહે છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે કિન્નર પણ લગ્ન કરે છે અને આશ્વર્યની વાત તો એ છે કે આ લગ્ન માત્ર એક રાત માટે જ હોય છે અને એ પણ એમના ભગવાનથી.

હિજડાઓના ભગવાન કોણ છે અને કોની સાથે લગ્ન કરે છે જો તમે એવું જાણવા ઇચ્છો છો તો આજે અમે તમને જણાવી દઇએ કે આ કોઇ સામાન્ય વ્યક્તિ નથી. આ છે અર્જુન અને નાગ કન્યા ઉલૂપીનું સંતાન ઇરાવન જેને અરાવનના નામથી ઓળખાય છે.

ઇરાવન કિન્નરોના ભગવાન કેવી રીતે બન્યા અને એ કેમ એક રાત માટે લગ્ન કરે છે એની એક અજીબ કહાની છે જે મહાભારતના યુદ્ધથી સંબંધિત છે. કિન્નરોના લગ્નનું જશ્ન જોવું હોય તો તમારે તમિલનાડુના કૂવગામ જવું પડશે. જ્યાં દર વર્ષે તમિલ નવ વર્ષની પહેલા પૂર્ણિમાથી કિન્નરોના લગ્નનો ઉત્સવ શરૂ થાય છે જે 18 દિવસ સુધી ચાલે છે. 17માં દિવસે કિન્નરોના લગ્ન થાય છે. સોળ શૃંગાર કરેલા કિન્નરોને પુરોહિત મંગળસૂત્ર પહેરાવે છે અને એમના લગ્ન થઇ જાય છે.

લગ્નના બીજા દિવસે ઇરવન દેવતાની મૂર્તિને શહેરમા ફેરવવામાં આવે છે અને ત્યારબાદ એ મૂર્તિને તોડી નાંખવામાં આવે છે. એની સાથે જ કિન્નર પોતાના શૃંગાર ઉતારીને એક વિધવાની જેમ વિલાપ કરવા લાગે છે.

કથા છે કે મહાભારત યુદ્ધ પહેલા પાંડવોએ મા કાલીની પૂજા કરી. આ પૂજામાં એક રાજકુમારની બલિ થવાની હતી. કોઇ પણ રાજકુમાર આગળ ના આવ્યું તો ઇરાવને કહ્યું કે એ બલિ માટે તૈયાર છે. પરંતુ એક શરત રાખી કે એ લગ્ન વગર બલિ નહીં ચઢે.

પાંડવો પાસે સમસ્યા એ આવી ગઇ કે એક દિવસ માટે કઇ રાજકુમારી ઇરાવન સાથે લગ્ન કરશે અને બીજા દિવસે વિધવા થઇ જશે. આ સમસ્યાનું સમાધાન શ્રી કૃષ્ણએ નિકાળ્યું. શ્રીકૃષ્ણ સ્વયં મોહિની રૂપ ધારણ કરીને આવી ગયા અને એમને ઇરાવન સાથે લગ્ન કર્યા. બીજા દિવસે સવારે ઇરાવનની બલિ આપવામાં આવી અને શ્રીકૃષ્ણએ વિધવા બનીને વિલાપ કર્યો. એ ઘટનાને યાદ કરીને કિન્નર ઇરાવનને પોતાના ભગવાન માને છે અને એક રાત માટે લગ્ન કરે છે.

Leave a Reply

Your email address will not be published.