જ્યારે પણ પ્રેમની મિસાલ આપવામાં આવે છે તો શ્રીકૃષ્ણ-રાધાના પ્રેમની મિસાલ સૌથી પહેલાં આવે છે. રાધા-શ્રીકૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનું મિલન કહેવાય છે. રાધા શ્રીકૃષ્ણનો નાનાપણનો મિત્ર હતો. શ્રીકૃષ્ણ જ્યારે 8 વર્ષના હતા ત્યારે બંનેએ પ્રેમની અનુભૂતિ કરી. રાધા શ્રીકૃષ્ણના દૈવીય ગુણોથી પરિચિત હતી. તેમણે જીવનભર પોતાના મનમાં પ્રેમની સ્મૃતિઓને બનાવી રાખી. આ જ તેમના સંબંધની સૌથી મોટી સુંદરતા છે.
કહેવાય છે કે શ્રીકૃષ્ણને માત્ર બે જ વસ્તુ સૌથી વધુ પ્રિય હતી. આ બંને વસ્તુ પણ પરસ્પર એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી હતી. વાંસળી અને રાધા. કૃષ્ણની બંસરીની ધૂન જ હતી જે રાધા શ્રીકૃષ્ણની તરફ ખેંચાઇ જતી. રાધાના લીધે શ્રીકૃષ્ણ હંમેશા પોતાની પાસે વાંસળી રાખતા હતા.
ભલે શ્રીકૃષ્ણ અને રાધાનું મિલન ના થયું પરંતુ વાંસળીએ તેમને હંમેશા એક સૂત્રમાં બાંધી રાખ્યા. શ્રીકૃષ્ણના જેટલા પણ ચિત્ર જોવા મળે છે, તેમાં વાંસળી ચોક્કસ હોય છે. વાંસળી રાધાના પ્રત્યે પ્રેમનું પ્રતિક છે. આમ તો રાધા સાથે જોડાયેલા કેટલીય અલગ-અલગ વાર્તા છે.
ભગવાન શ્રીકૃષ્ણથી રાધા પહેલી વખત ત્યારે અલગ થયા જ્યારે મામા કંસે બલરામ અને કૃષ્ણને આમંત્રિત કર્યા હતા. વૃંદાવનના લોકો આ સમાચાર સાંભળી દુ:ખી થઇ ગયા. મથુરા જતા પહેલાં શ્રીકૃષ્ણ રાધાને મળ્યા હતા. રાધા, કૃષ્ણના મનમાં ચાલી રહેલ ગતિવિધિઓને જાણતી હતી. રાધાને અલવિદા કહ્યા વગર કૃષ્ણ તેનાથી દૂર જતા રહ્યાં.
કૃષ્ણ રાધાને એ વચન આપીને ગયા હતા કે તેઓ પાછા આવશે. પરંતુ કૃષ્ણ રાધાની પાસે પાછા આવ્યા નહીં. તેમના લગ્ન પણ રૂકમણી સાથે થયા. રૂકમણીએ પણ શ્રીકૃષ્ણને મેળવવા માટે ખૂબ જતન કર્યું હતું. શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા માટે તે પોતાના બાઇ રૂકમીની વિરૂદ્ધ જતી રહી. રાધાની જેમ તે પણ શ્રીકૃષ્ણને પ્રેમ કરતી હતી, રૂકમણીએ શ્રીકૃષ્ણને એક પ્રેમ પત્ર પણ મોકલ્યો હતો કે તેઓ આવીને તેમને પોતાની સાથે લઇ જાય. ત્યારબાદ જ શ્રીકૃષ્ણ રૂકમણીની પાસે ગયા અને તેમને લગ્ન કરી લીધા.
કૃષ્ણ વૃંદાવન છોડ્યા બાદથી જ રાધાનું વર્ણન ખૂબ ઓછું થઇ ગયું. રાધા અને કૃષ્ણ જ્યારે છેલ્લી વખત મળ્યા હતા ત્યારે તે રાધા કૃષ્ણને કહ્યું હતું કે ભલે તે મારાથી દૂર થઇ રહ્યાં છે પરંતુ મનથી કૃષ્ણ હંમેશા તેની સાથે જ રહેશે. ત્યારબાદ કૃષ્ણ મથુરા ગયા અને કંસ અને બાકી રાક્ષસોને મારવાનું પોતાનું કામ કર્યું. ત્યારબાદ પ્રજાની રક્ષા માટે કૃષ્ણ દ્વારા જતા રહ્યા અને દ્વારકાધીશના નામથી લોકપ્રિય થયા.
જ્યારે કૃષ્ણ વૃંદાવનથી નીકળ્યા ત્યારે રાધાની જિંદગીએ અલગ જ વળાંક લઇ લીધો હતો. રાધાના લગ્ન એક યાદવ સાથે થઇ ગયા. રાધાએ દાંપત્ય જીવનની તમામ રસ્મ નિભાવી અને વૃદ્ધ થઇ, પરંતુ તેનું મન ત્યારે પણ કૃષ્ણ માટે જ સમર્પિત હતું.
રાધાએ પત્ની તરીકે પોતાના તમામ કર્તવ્ય પૂરા કર્યા, બીજીબાજુ શ્રીકૃષ્ણએ પોતાના દૈવીય કર્તવ્ય નિભાવ્યા. તમામ કર્તવ્યોથી મુક્ત થયા બાદ રાધા અંતમાં પોતાના પ્રિયતમ કૃષ્ણને મળવા ગઇ. જ્યારે તે દ્વારકા પહોંચી તો તેણે કૃષ્ણના રૂકમણી અને સત્યભામા સાથે લગ્ન અંગે સાંભળ્યું પરંતુ તે દુખી થઇ નહીં.
જ્યારે કૃષ્ણ એ રાધાને જોઇ તો બંને ખૂબ જ પ્રસન્ન થયા. બંને સંકેતોની ભાષામાં એકબીજા સાથે દૂર સુધી વાતો કરતાં રહ્યાં. રાધાજીએ કાન્હાની નગરી દ્વારકામાં કોઇ ઓળખતું નહોતું. રાધાના અનુરોધ પર કૃષ્ણ એ તેને મહેલમાં એક દેવીકા તરીકે નિમણૂક કરી.
રાધા દિવસ દરમ્યાન મહેલમાં રહેતી હતી અને મહેલ સાથે જોડાયેલા કામો જોતી હોતી. તક મળતા જ કૃષ્ણના દર્શન કરી લેતી હતી. પરંતુ મહેલમાં રાધાએ શ્રીકૃષ્ણની સાથે પહેલાંની જેમ આધ્યાત્મિક લગાવ મહેસૂસ કરી શકતી નહોતી, આથી રાધાએ મહેલથી દૂર જવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે તે દૂર જઇને ફરીથી શ્રીકૃષ્ણની સાથે ઊંડો આત્મીય સંબંધ સ્થાપિત કરી શકશે.
તેને ખબર નહોતી કે તે કયાં જઇ રહી છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા. ધીમે-ધીમે સમય વીત્યો અને રાધા બિલકુલ એકલી વધુ નબળી થઇ ગઇ. તે સમયે તેણે ભગવાન શ્રીકૃષ્ણની જરૂર પડી. અંતિમ સમયમાં ભગવાન શ્રીકૃષ્ણ તેની સામે આવી ગયા.
કૃષ્ણે રાધાને કહ્યું કે તેની પાસે તે કંઇક માંગે, પરંતુ રાધાએ ના પાડી દીધી. કૃષ્ણએ ફરીથી અનુરોધ કરવા પર રાધાએ કહ્યું કે તે છેલ્લી વખત તેને વાંસળી વગાડતા જોવા માંગે છે. શ્રીકૃષ્ણએ વાંસળી લીધી અને ખૂબ જ સુરીલી ધૂનમાં વગાડવા લાગ્યા.
શ્રીકૃષ્ણએ દિવસ-રાત વાંસળી વગાડી, જ્યાં સુધી રાધા આધ્યાત્મિક રીતે કૃષ્ણમાં વિલીન ના થઇ ગઇ. વાંસળીની ધૂન સાંભળતા-સાંભળતા જ રાધાએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો.
જો કે ભગવાન કૃષ્ણ જાણતા હતા કે તેનો પ્રેમ અમર છે છતાંય રાધાના મૃત્યુને તેઓ સહન કરી શકયા નહોતા. કૃષ્ણએ પ્રેમના પ્રતીકાત્મક અંત તરીકે વાંસળી તોડી ઝાડીમાં ફેંકી દીધી. ત્યારબાદથી શ્રીકૃષ્ણે જીવન ભર વાંસળી કે કોઇ અન્ય વાદક યંત્ર વગાડ્યા નહોતા.
કહેવાય છે કે જ્યારે દ્વાપર યુગમાં નારાયણે શ્રીકૃષ્ણનો જન્મ લીધો હતો ત્યારે માતા લક્ષ્મીએ રાધા રાણીના રૂપમાં જન્મ લીધો હતો જેથી કરીને મૃત્યુ લોકમાં પણ તેમની સાથે જ રહે.