રાશિફળ : શુક્રવારે બપોરે 4.52 મિનિટે સૂર્ય મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જાણો કઈ રાશિ પર કેવી અસરો થશે?

ભવિષ્ય

તા. 16 જુલાઈના શુક્રવારે બપોરે 4.52 મિનિટે સૂર્ય મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય મહારાજના કર્ક સંક્રાંતિ સાથે દક્ષિણાયન તરફ્ સૂર્ય મહારાજની ગતિ થશે. શનિ સૂર્યની સમ સપ્તક દ્રષ્ટિનો પ્રભાવ દેશ દુનિયા અને જન માનસ પર જોવા મળશે તેમ જ્યોતિષાચાર્યનું કહેવું છે.

જ્યોતિષશાસ્ત્ર્ર અનુસાર સૂર્ય નવગ્રહોનો રાજા સૂર્ય એ આત્મા, તેજ, ઊર્જા, શક્તિ, આરોગ્ય, અને આત્મવિશ્વાસનો કારક ગ્રહ કહેવાય છે. આ ઉપરાંત સૂર્યદેવ એ જીવનની અનેક મહત્વ પૂર્ણ વસ્તુઓના પણ કારક છે. માટે સૂર્યને આત્મા પણ કહેવાય છે સૂર્ય વગર મનુષ્યનું જીવન પણ અંધકારમય છે. માટે જ સૂર્યનારાયણનું મહત્વ વિશેષ છે. સૂર્ય દેવ સિંહ રાશિના સ્વામી છે. તે મેષ રાશિમાં ઉચ્ચ હોય છે, તુલા એ સૂર્યની નીચ રાશિ છે. સૂર્ય દર એક મહિને સંક્રાંતિ કરે છે. સૂર્ય સંક્રાંતિનું વિશેષ મહત્વ હોય છે, તેનો પ્રભાવ પણ વિશેષ હોય છે.

ગ્રહ પરિવર્તન અંગે જાણકારી આપતાં જ્યોતિષાચાર્ય સત્યમ જોષીએ જણાવ્યું હતુ કે, શુક્રવારે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, ચંદ્રનો સ્વભાવ ચંચળ છે અને તે જલ તત્વ વાળી રાશિ છે. જ્યારે સૂર્ય એ અગ્નિ તત્વ છે, જ્યારે સૂર્ય જલતત્વની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઠંડો થાય છે, તેનો પ્રભાવ પણ સોમ્ય થઈ જાય છે. પરંતુ જ્યારે કોઈ વિશેષ પાપ ગ્રહ તેના પર દ્રષ્ટિ કરે કે બેઠા હોય તે તેનો વિશેષ પ્રભાવ પણ આપે છે.

સૂર્ય મહારાજ કર્ક રાશિમાં આવશે ત્યારે શનિ મહારાજ મકર રાશિમાં બેઠા છે અને સૂર્ય શનિની સમ સપ્તક દ્રષ્ટિ હોય છે તે જ્યોતિષ શાસ્ત્ર્ર મુજબ સારા પ્રભાવ નથી આપતા. સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ સાથે શનિ સૂર્ય દ્રષ્ટિ દોષનો પ્રભાવ દેશ અને દુનિયા સાથે જન માનસ પર જોવા મળે વિશેષ કરી જન માનસ ની વાત કરીએ તો લોકોમાં ઉગ્રતા જોવા મળે. સરકાર પ્રત્યે રાજકીય નેતા અને પક્ષો પ્રત્યે જનમાનસની ઉગ્રતા જોવા મળી શકે તેમ તેમનુ કહેવું છે. શેર બજારમાં સારા પરિણામો જોવા મળી શકે.

તમામ બાર રાશિનાં જાતકો પર શુ પ્રભાવ જોવા મળશે?

સૂર્યના કર્ક રાશિના પ્રવેશ સાથે વૃષભ, કન્યા, તુલા, વૃશ્ચિક રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રે સારા લાભોની તકો પ્રાપ્ત થવાના યોગ બને. મહેનત કરતાં આ લાભ પ્રાપ્ત થઈ શકે, સૂર્યનો શુભ પ્રભાવ જોવા મળે. મેષ, સિંહ, કુંભ રાશિના જાતકોએ ઉતાવળે કોઈ કાર્ય ન કરવા જોઈએ, તેમની ઉપર મધ્યમ પ્રભાવ જોવા મળે. જ્યારે મિથુન, કર્ક, મકર, મીન, રાશિના જાતકોએ કોઈ પણ નિર્ણય વિચારીને કરવો યોગ્ય છે, અશુભ પ્રભાવ જોવા મળે તેમ બને. અશુભ પ્રભાવ થી રાહત પ્રાપ્ત કરવા આદિત્ય હદય સ્તોત્રના પાઠ કરવા લાભ કારી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *