વાસ્તુ શાસ્ત્રમાં ઘર-ઓફિસ માટે ઘણી શુભ-અશુભ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે.
વાંસનો છોડ
વાંસના છોડને ઘરમાં લગાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે. જો તેને ઈશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વ) અથવા ઉત્તર દિશામાં લગાવવામાં આવે તો ઘર પર પૈસાનો વરસાદ થશે. આ છોડ જે પણ ઘરમાં હોય છે ત્યાં સુખ-સમૃદ્ધિની કમી નથી રહેતી.
હળદરનો છોડ
હળદરનો છોડ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ગુરૂ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે અને ગુરૂ ગ્રહને જ્યોતિષ શાસ્ત્રમાં સૌથી વધારે શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. જો વ્યક્તિની કુંડળીમાં ગુરૂ ગ્રહ મજબૂત હોય છે તો તેને ખૂહ જ સફળતા મળે છે. માન-સન્માન અને ખુશાલી મળે છે.
ઘરમાં હળદરનો છોડ લગાવી રોજ તેની પૂજા કરે, તમારી મનોકામના પૂરી થવામાં વાર નહીં લાગે. આ ઉપરાંત આ છોડ ઓષધીય ગુણોની રીતે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.
ક્રાસુલા
ક્રાસુલાને મની ટ્રી પણ કહેવામાં આવે છે. આ છોડ જે પણ ઘરમાં હોય છે તે દિવસ-રાત પૈસા કમાય છે. યાદ રાખો કે આ છોડને ઘરના મુખ્ય દ્વારની અંદર લગાવો.
તુલસીનો છોડ
આમ તો તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે તેમાં માતા લક્ષ્મીનો અંશ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં સકારાત્મકતા અને સુખ-સમૃદ્ધિ લાવે છે. રવિવાર અને એકાદશી સીવાય તુલસીના છોડને દરરોજ પાણી નાખવું જોઈએ. સાથે જ સાંજે ત્યાં દીવો પણ કરવો જોઈએ.
લજામણીનો છોડ
લજામણીનો છોડ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ છોડ લગાવવાથી ઘરમાં બરકત આવે છે. જો કુંડળીમાં શનિ દોષ છે તો શમીના છોડની નીચે સરસોના તેલનો દિવો કરવાથી શનિ સારૂ ફળ આપે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.