શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર ની પ્રાગટ્ય કથા, અહીં માતાજીએ આપ્યા હતા ભક્તને સાક્ષાત દર્શન…

ધાર્મિક

ભાદરવા સુદ પુનમ, સંવત ૧૯૫૫માં સિદસરમાં ઉમિયા માતા સ્વયંભૂ પ્રગટ્યાં હતા. આજે કડવા પાટીદારના કુળદેવી તરીકે પૂજાય છે

સિદસરમાં ઉમિયા માતા સ્વયંભૂ પ્રગટ્યાં છે તેની જાણ ગોંડલના રાજા ભગવતસિંહજીને થઈ. રાજાએ ગોંડલમાં એક ભવ્ય મંદિર બાંધી સિદસરની મૂર્તિને તેમાં સ્થાપવાનો સંકલ્પ કર્યો. આથી તેઓએ દૂતને સિદસર મોકલ્યો. રાજાના દૂતે સિદસર આવીને મૂર્તિ ગોંડલ લઈ જવા વાત કરી. લોકોની અનિચ્છા છતાં રાજ આજ્ઞા ગણી પાંચ આગેવાનો મૂર્તિ લઇને ગોંડલ ગયા. પરંતુ મા ઉમિયાની ઇચ્છા કંઈક જુદી જ હતી.

રાત્રે સ્વપ્નમાં માતાએ રાજાને જણાવ્યું કે, રાજન ! ધરતીના પટ પર કામ કરતાં મારાં બાળકો વચ્ચે મા-રે રહેવું છે, તેથી મને સિદસર પાછી પહોંચાડી દો. ધર્મપ્રેમી રાજા માનભેર આ દિવ્ય મૂર્તિને સિદસર પાછી પહોંચાડી. સિદસર ગામના લોકોનો ઉત્સાહ આ ઘટનાથી અનેક ગણો વધી ગયો. એક સાદા પણ પવિત્ર નાના મંદિરમાં માતાજીની મૂર્તિની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી.

ભાદરવા સુદ પુનમ, સંવત ૧૯૫૫માં સિદસરમાં ઉમિયા માતા સ્વયંભૂ પ્રગટ્યાં હતા. આજે કડવા પાટીદારના કુળદેવી તરીકે પૂજાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *