આ 4 રાશિના જાતકોએ ભૂલથી પણ ન ધારણ કરવી જઈએ કાચબાની વીંટી, નાની ભૂલથી જીવન થઈ જશે બરબાદ…

ભવિષ્ય

કાચબાને ધાર્મિક રીતે શુભ માનવામાં આવે છે અને આ પ્રકારની વીંટી પહેરવાથી સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે. આ 4 રાશિના લોકોએ જ્યોતિષની સલાહ વિના ક્યારેય વીંટી ન પહેરવી.

કાચબાને જીતનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ અને ફેંગશૂઈ બંનેમાં કાચબાને ઘરમાં રાખવાનું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવતું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આ કારણ છે કે તમામ લોકો અનેક પ્રકારના ધાતુના કાચબાને ઘરમાં રાખે છે. કેટલાક લોકો કાચબાની વીંટી બનાવડાવીને પહેરે છે.

વીંટીને લઈને આવી છે માન્યતા

માન્યતા છે કે કાચબાની વીંટી પહેરવાથી જીવનમાં શાંતિ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવી છે. કેટલીક રાશિઓ છે જેઓએ ભૂલીને પણ કાચબાની વીંટી પહેરવી નહીં તો તેમનું જીવન સૌભાગ્યને બદલે દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે. આ માટે તેને ધારણ કરતા પહેલાં એક વાર જ્યોતિષની સલાહ જરૂરથી લેવી જોઈએ. તો જાણો તેને પહેરવાના ફાયદા અને સાથે જાણો કઈ રાશિના લોકોએ આ વીંટી પહેરવી જોઇએ.

આ છે ફાયદા

જ્યોતિષના અનુસાર કાચબાની વીંટી પહેરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે અને સાથે જીવનથી નકારાત્મકતા દૂર થાય છે. પૌરાણિક કથામાં ભગવાન વિષ્ણુના કચ્છપ અવતારનો પણ ઉલ્લેખ છે. આ માટે કાચબાને ભગવાન વિષ્ણુને જોડવામાં આવે છે અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વાળું માનવામાં આવે છે. અન્ય માન્યતા એમ પણ છે કે આ વીંટી પહેરનારાનું સૂતું ભાગ્ય પણ જાગે છે. તે જીવનમાં સૌથી વધારે તરક્કી કરવા લાગે છે. ધનના માર્ગ ખૂલે છે અને સાથે તમામ દોષ પણ સમાપ્ત થઈ જાય છે.

આ 4 રાશિના લોકોએ ન પહેરવી જોઈએ આ કાચબાવાળી વીંટી

સામાન્ય રીતે તો આ વીંટી પહેરવાનું શુભ માનવામાં આવી રહ્યું છે પરંતુ મેષ, વૃશ્વિક, મીન અને કન્યા રાશિના લોકોએ આ વીંટી જ્યોતિષની સલાહના વિના ક્યારેય પહેરવી નહીં નહીં તો તેનું જીવન ખરાબ થઈ શકે છે. તેને પહેરવાખી કેરિયરમાં પણ મુશ્કેલી આવી શકે છે અને બિઝનેસમાં પણ નુકસાન થઈ શકે છે. આમ થવાથી પરિવારમાં આર્થિક સંકટ આવી શકે છે અને સાથે પરિવારના લોકોની વચ્ચે ઝઘડા અને ક્લેશની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. અન્ય રીતે કહીએ તો પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રભાવિત થાય છે. આ રાશિના લોકો વીંટી પહેરવાના બદલે કાચબાને પણ ઘરમાં લાવીને રાખી શકે છે. તેનાથી સકારાત્મક અસર તેના પરિવાર પર પડે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *