સુરજદેવળ મંદિરમાં દાદાના દર્શન માત્ર થી બધા જ દુઃખો દૂર થઇ જાય છે…

ધાર્મિક

આપણી સૌરાષ્ટ્રની ભોમકા એટલે તીર્થોની ભૂમિ. અહીં જ ભગવાન સોમનાથ બિરાજે છે અને શ્રીકૃષ્ણની દ્વારિકા પણ છે. સાથોસાથ પાંચાળનો ઉલ્લેખ પણ કર્યા વગર કેમ રહી શકાય, અનેક પવિત્ર સ્થાનોથી શોભતી આ ધરતી જગમશહૂર છે. સૂર્યભૂમિ તરીકે પ્રસિધ્ધ એવા આ પ્રદેશમાં સૂરજદેવળમાં અતિ પ્રાચીન એવું મંદિર આવેલું છે

અને આ પંથકના જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રભરના કાઠી દરબારોને જેમાં અપરંપાર શ્રધ્ધા છે તેવા સૂરજદેવળ ખાતે દર વર્ષે વૈશાખ સુદ ચોથના દિવસે કાઠી દરબારો સાડા ત્રણ દિવસના ઉપવાસ અને યજ્ઞ તેમજ હવન કરે છે, અને પોતાની અવિરત આસ્થાના દર્શન કરાવે છે.

પુરાણોમાં જેનો ઉલ્લેખ થયો છે તેમ એક સમયે આ પ્રદેશ કાઠિયાવાડ પર કાઠી દરબારોનું રાજ હતું અને તેમના રાજ્યકાળ દરમિયાન અનન્ય શિલ્પ સ્થાપત્યથી શોભતા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભગવાન સૂર્યનારાયણના આ મંદિરને સૂરજદેવળ નામે લોકો ઓળખે છે. કચ્છ પ્રદેશમાંથી અહીં આવીને કાઠી દરબારો વસ્યા એ પહેલાં અહીં પરમારોનું રાજ્ય હતું અને તેમના ઇષ્ટદેવ માંડવરાયજી પણ સૂર્યનારાયણનું જ એક સ્વરૂપ છે.

પૂર્વાભિમુખ આ મંદિર રથ આકારમાં બનાવવામાં આવ્યું છે. આસપાસ નવ ગ્રહના મંદિરો અને કશ્યપ મંદિર પણ આવેલા છે. સૂર્યોદયની સાથે સૂર્યના પહેલાં જ કિરણની સાથે આ મંદિરની પ્રતિમા ઝળાહળા બની જાય છે. મંદિરના વર્તમાન મહંત દિલીપ બાપુ ભક્તોની ભક્તિ અને સંકલ્પોને સાકાર કરવા ભગીરથ પ્રયાસ કરે છે, અને દિવસેને દિવસે અહીં ભક્તોનો પ્રવાહ વધતો જાય છે.

દર વર્ષે ગણેશ ચોથના દિવસે કાઠી દરબારો સાડાત્રણ દિવસના ઉપવાસ તેમજ યજ્ઞ અને હવન કરશે અને સૌરાષ્ટ્રભરમાંથી કાઠી દરબારો અહીં આવી ઊમટશે, અને સાથે મળીને આ ધાર્મિકોત્સવને ઉજવશે, તેમજ ભગવાન સૂર્યનારાયણમાં તેમની આસ્થાનો દીપ વધુ પ્રજ્જવલિત કરશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *