હકીકતમાં દૂધ અને વરિયાળી બંનેમાં એવા ન્યૂટ્રીએન્ટ્સ હોય છે જે ઘણી બીમારીઓથી બચાવે છે. એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી વરિયાળી મિક્સ દૂધને ઉકાળો. એને ગળણીથી ગાળી નાંખો. એનાથી વરિયાળીનો અર્ક દૂધમાં ઉતરી જશે.
દૂધમાં કેલ્શિયમ હોવાથી હાડકાં મજબૂત થાય છે. સાંધાના દુખાવાથી બચાવે છે. એનાથી શરીરનું મેટાબોલિઝ્મ વધે છે જેનાથી વજન કંટ્રોલ રહે છે. મેદસ્વિતાથી બચી શકાય છે. આ ડ્રિંકમાં એન્ટી બેક્ટીરિયલ પ્રોપર્ટીઝ હોય છે. એનાથી પિંપલ્સ થતાં નથી અને મોઢાની ચમક વધે છે.
એમાં આયરન હોય છે જેથી લોહીની ખામીથી બચાવે છે. આ દૂધમાં એસ્પાર્ટિક એસિડ હોય છે. એનાથી કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે. પાચન સારું રહે છે. એમાં ફ્લેવોનોઇડ્સ હોય છે એનાથી આંખો હેલ્ધી રહે છે. આ મોતિયા જેવી આંખોની સમસ્યાથી બચાવે છે.
એનાથી કોલેસ્ટ્રોલનું લેવન બેલેન્સ રહે છે. આ હૃદય રોગની બીમારીઓથી બચાવે છે.
એનાથી બોડીના ટોક્સિસન્સ દૂર રહે છે. આ યૂરિન ઇન્ફેક્શનથી બચાવે છે.
આ ડ્રિંક્સમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. એનાથી બીપી કંટ્રોલ રહે છે.